Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ઓઝત નદીમાંથી રેતી કાઢવાની તમામ લીઝો રદ કરવા ધારાસભ્યની માંગણી

માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાની કલે. સમક્ષ લેખીત રજુઆત

માણાવદર તા.૧રઃ ધારાસભ્ય જવાહર ચાવડાએ જીલ્લા કલેકટર જુનાગઢને એક પત્ર પાઠવી ઓઝત નદીમાંથી રેતી કાઠવા માટે આપેલ લીઝના પરવાના તાત્કાલીક અસરથી રદ કરવા માંગણી કરી છે.

પત્રમાં જણાવ્યા મુજબ વિસાવદર તાલુકાના ખંભાળીયાથી શરૂ કરી વંથલી તાલુકાના ટીકર સુધીના ૪પ કિ.મી. વિસ્તારમાંથી રેતી કાઢવાની સિંચાઇ વિભાગે સ્પષ્ટ મનાઇ ફરમાવી છે.

આમ છતા ઘણા લીઝધારકોને પરમીટ અપાઇ છે પરંતુ આવા પરમીટ ધારકોની સાથે કેટલાય લોકો  ગેરકાયદે રેતીકાઢવાની પ્રવૃતિઓ પણ કરતા હોય અવાર નવાર ઘર્ષણના બનાવો બે જુથો વચ્ચે બનતા રહે છે.

પત્રમાં જણાવ્યા મુજબ તા.૪-૬-૧૮ના રોજ માત્ર એક જ લીઝ ધારકનો પરવાનો બંધ કરવાનો હુકમ કર્યો છે તેના બદલે આ વિસ્તારના ખેડુતો, પર્યાવરણ, સિંચાઇતથા પીવાના પાણીની બાબતોને લઇને તમામ લીઝ રદ કરવા અંતમાં જવાહરભાઇ ચાવડાએ કલેકટરને રજુઆત કરી છે.

(11:43 am IST)