Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સુત્રાપાડાના કદવારથી હિરાકોટ બંદર વચ્ચેનાં રોડની કામગીરી યુધ્ધનાં ધોરણે શરૃઃ તા.૧૨ ઉપવાસી છાવણીનાને પારણા કરાવતાં ગોવિંદભાઇ પરમાર

દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણઃ સુત્રાપાડા તાલુકાનાં કદવાર ગામની હિરાકોટ બંદરનો રસ્તો વર્ષોથી થતો ન હતો અને રસ્તાની શરૂઆત કરેલ તો ખુબજ ધીમી ગતીએ આથી હિરાકોટ બંદરના આગેવાનો અને લોકો કદવાર ગામનાં આગેવાનો કલેકટર કચેરીએ ઉપવાસમાં બેસી ગયેલા હતાં. છતાં પણ રોડની કામગીરી ધીમી ગતિએ ચાલતા ઉગ્ર લડતની વાત આવતાં આ બાકી રહેલ રસ્તાની કામગીરી પૂરજોષમાં શરૂ થયેલ છે અને તા.૧૨/૬/૧૮ સુધીમાં પૂરો થવાની સંભાવના છે.

જેથી ૮ દિવસથી કલેકટર કચેરીએ બેઠેલા આ ઉપવાસીઓને આજે તા.૧૧/૬/૧૮ નાં રોજ તાલાલાનાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે આ તમામને પારણા કરાવી અને ઉપવાસ આંદોલન સમેટાવેલ છે તેમની સાથે ડે.કલેકટર, લાટો ગામનાં અગ્રણી જેન્તીભાઇ બારડ, લાટીના પૂર્વ સરપંચ દાનાભાઇ સહિતનાં આગેવાનોએ સાથે રહી અને આ ઉપવાસીઓના પારણા કરાવેલ છે.

આ તકે સુત્રાપાડા તા.પ.નાં સદસ્ય ભગાભાઇ ખૂંટે જણાવેલ કે અમોને આ આંદોલનમાં પ્રિન્ટ મીડીયાએ ખૂબજ સહકાર આપેલ છે તેમજ આ બને તે માટે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે પણ ખૂબજ પ્રયત્નો કરેલા અને વર્ષો પછી આ રસ્તો બનતા હિરાકોટ બંદરનાં લોકોમાં આનંદની લાગણી જોવામાં આવેલ છે અને કદવાર ગામના આગેવાનો અને હિરાકોટનાં તમામનો લોકોએ આ રસ્તો બનાવવામાં જે લોકોએ સાથ સહકાર આપેલ છે તે તમોનો આભાર માનેલ છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે ઉપવાસી છાવણીને પારણા કરાવેલ.

(11:42 am IST)