Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

માળીયા હાઇવે ઉપર આહિર જુથો વચ્ચેના બઘડાટી પ્રકરણમાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા.૧૨ : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે હાઇવે પરની પંજાબી  ઢાબા હોટલે આહિરોના બે જૂથ વચ્ચે ખુલ્લી તલવારો અને છરીઓથી ખેલાયેલા લોહિયાળ જંગમા રાજકોટના જીજ્ઞેશ નામના યુવાનની થયેલી હત્યાના અને અન્યોને થયેલી જીવલેણ ઈજાઓના ગુન્હાના મુખ્ય આરોપીઓના સ્વબચાવનો અધિકાર જામીન ે પણ માન્ય રાખીને ગુજરાત હાઇકલર્ટે હત્યાકાંડના બંને મુખ્ય આરોપીઓ ચંદુભાઇ વાઘાભાઇ ચાવડા તથા કાનજી ઉર્ફે કાનો વાઘાભાઇ ચાવડાને રૂપિયા દશ - દશ હજારના જામીન પર છોડી મુકતા હુકમ કર્યો હતો.

મોરબી પંથકના બે આહીર જુથો વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં એક તરફે મકવાણા જુથ હુ જ્યારે બીજા તરફે ચાવડા જુથ હતુ. હત્યાની ફરીયાદમાં મોરબીના દીનેશ ગગુ મકવાણાએ નોંધાવેલી જ્યારે સામે પક્ષે જીવલેણ હથીયારો સાથે પોતાની હોટલે આવી હત્યાનો પ્રયાસ કરવાની સામી ફરીયાદ બહાદુરગઢવાળા કાનજી વાઘાભાઇ ચાવડાએ નોંધાવેલી.

મકવાણા જૂથના જીજ્ઞેશની હત્યા કરવાના તથા ગાડી બાળી નાખવાના ગંભીર ગુન્હામાં મોરબી પોલીસે પકડેલા બહાદુરગઢના ત્રણ સગા ભાઇઓ કાના વાઘા ચાવડા , ચંદુ વાઘા ચાવડા તથા દીનેશ વાઘા ચાવડાએ પોતાના એડવોકેટ શ્રી અભય ભારદ્વાજ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી. જામીન તબક્કે પણ આરોપીઓને સ્વબચાવનો અધિકાર મળે છે. આરોપીઓની હોટલે આવી સામેના જુથે સશસ્ત્ર હુમલો કરેલો હોઇ તમામ આરોપીને જામીન આપવા જોઇએ તેવી શ્રી ભારદ્વાજની રજુઆત સેશન્સ કોર્ટે માન્ય ન રાખતા હાઇકોર્ટમાં ત્રણેય ચાવડા બંધુઓએ પોતાના સ્વબચાવના અધીકારને આગળ ધરી જામીન પર છુટવા કરેલી અરજીઓ હાઇકોર્ટે માન્ય રાખી ત્રણેય આરોપીને જામીન મુકત કર્યા હતા.

આહિરોની જૂથ અથડામણમાં હત્યાના ગુનામાં જામીન મુકત ચાવડા જુથનો બચાવ રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નશીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, શ્રી કાંત મકવાણા, સુમીત વોરા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી તથા અમદાવાદના શ્રી ખીલન ચાંદ્રાણી કરી રહ્યા છે.

(11:39 am IST)