Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

માલિયાસણ નજીક ડમ્પર પ્લટી જતાં ૨૩ ઘેટા-બકરાના દબાઇ જતાં મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક સાંજે જીજે૫બીટી-૯૨૭૬ નંબરનું ડમ્પર પલ્ટી ખાઇ જતાં ૨૩ ઘેટા-બકરાના મોત નિપજ્યા હતાં. માલિયાસણના રાઘવભાઇ ભરવાડ પોતાના ઘેટા-બકરા ચરાવવા નીકળ્યા હતાં ત્યારે અમદાવાદ તરફથી રાજકોટ તરફ આવી રહેલા ડમ્પરના ચાલકે કોઇ કારણોસર કાબૂ ગુમાવતાં ડમ્પર પલ્ટી જતાં તેની નીચે ઘેટા-બકરા દબાઇ ગયા હતાં. અકસ્માતને કારણે થોડી વાર ટ્રાફિક જામ થઇ ગયો હતો. કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. ફતેહસિંહ સોલંકીએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. ૧૯ બકરા અને ૯ ઘેટાના મોત નિપજ્યા હતાં. અકસ્માતને પગલે દોઢેક કિ.મી. સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. ડમ્પર ચાલકને કે બીજા કોઇને ઇજા થઇ નહોતી.

(11:35 am IST)