Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

કોડીનાર તાલુકાના CPF ખાતા ધારકો શિક્ષકોના નાણા સમયસર જમા નહી થાય તો પ્રવેશોત્સવ દરમ્યાન શિક્ષક કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે

કોડીનાર તા.૧ર : કોડીનાર પ્રાથમીક શિક્ષણ સંઘ દ્વારા જીલ્લા વિકાસ અધીકારીને આવેદનપત્ર પાઠવી સીપીએફ ખાતા ધારકો શિક્ષકના નાણા સમયસર જમા કરવા રજુઆત કરી છે.

કોડીનાર તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાલુકા લગભગ પ૦૦ સી.પી.એફ. ખાતા ધારકો શિક્ષકોના નાણા નવે.૧૭ થી જમા થયા નથી જે લભગભ રૂ. ર કરોડ જેટલી રકમ અધ્ધરતાલ છે.અને સી.પી.એફ. ખાતાઓમાં કયારેય રકમ સમયસર જમા થતી નથી જેથી કરીને તેઓને વાર્ષિક રૂ. ર૦ લાખ જેટલી વ્યાજની રકમની ખોટ જાય છ.ે આ શિક્ષકોને ભવીષ્યમાંં પેન્શન મળવાનું ન હોય આ જ તેમની મરણ મુડી હોય તેમ છતા જવાબદાર અધિકારીઓ એકબીજા ઉપર કામગીરી નાખી આંખ મિચામણા કરી રહ્યા હોવાનું જણાવી શિક્ષકોને થતા નુકશાનનુ વળતર જવાબદાર અધિકારી પાસેથી વસુલી શિક્ષકાના ખાતામાં જમા કરવા માંગ કરી સી.પી.એફ. ખાતા ધારક શિક્ષકના ખાતામાં સમયર નાણા જમા કરવા રજુઆતો કરી હોવા છતા પ્રશ્નનું નિરાકરણ થયું ન હોય જો આ પ્રશ્ને ત્વરીત યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો કોડીનાર તાલુકાના પ્રાથમીક શિક્ષકો શિક્ષણ સિવાયની કામગીરીમાં સહભાગી ન થવાનું જણાવી આ મુદ્દે હાઇકોર્ટ દ્વારા નુકશાનીનુ વળતર પણ માગવામાં આવનાર હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છ.ેજયારે કોડીનાર તાલુકા સંઘના હોદેદારો દ્વારા જો આ પ્રશ્નનું નિરાકરણ નહી થાય તો કોડીનાર તાલુકાના પ્રાથમીક શિક્ષકો પ્રવેશોત્સવ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરનાર હોવાનું પ્ત્રકારોને જણાવ્યું હતું.

(11:32 am IST)