Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

જેતપુર ખંડણી પ્રકરણમાં ધારાસભ્ય કાંધલ જાડેજાની સીધી કે આડકતરી સંડોવણી? પોલીસે તેડુ મોકલ્યુ

રાજકોટ તા. ૧૧ :.. જેતપુરમાં છેલ્લા કેટલાક સમયથી પોરબંદરની સક્રિય થયેલી ગેંગે વેપારી, ઉદ્યોગપતિ પાસેથી ધમકી આપી ખંડણી ઉઘરાવતા હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાયા બાદ જિલ્લા પોલીસે પોરબંદરની ગેંગના એક શખ્સને ઝડપી લઇ આકરી પુછપરછ કરી તપાસ કરતા તે કુતીયાણા-રાણાવાવ બેઠકના એનસીપીના ધારાસભ્યનો સાગ્રીત હોવાનું બહાર આવતા એલસીબીએ ધારાસભ્યને જેતપુર પોલીસ મથકમાં હાજર થવા હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. ફાયનાન્સ પેઢી ઉઠી જતા લેણદારોનો હવાલો લઇ પોરબંદરની ગેંગ ઉદ્યોગપતિ અને વેપારીઓને દબાવતી હોવાની ફરીયાદ ઉઠતા જીલ્લા પોલીસ વડાની સુચનાથી એલસીબીએ ગેંગને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જેતપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી પોરબંદરની ગેંગ સક્રિય થઇ ઉદ્યોગપતિ, વેપારીઓને ધમકી આપી ખંડણી પડાવતી હોવાની ફરીયાદ બાદ ફાઇનાન્સ પેઢીના લેણદારોને ઉઘરાણી ન કરવા ધમકી આવતી હોય જે બાબતે જીલ્લા પોલીસ વડા બલરામ મીનાની સુચનાથી એલસીબી પીઆઇ ચાવડા સહિતના સ્ટાફે તાજેતરમાં ઉદ્યોગપતિ અને વેપારીને ધમકી આપનાર ગેંગના સાગ્રીત શૈલેષ બાવાજી નામના શખ્સને ઉઠાવી લઇ આકરી પુછપરછ હાથ ધરી હતી. દરમ્યાન ઉદ્યોગપતિ પાસેથી કરોડોની ખંડણી માગનાર શૈલેષ બાવાજીની પુછપરછમાં તે રાણાવાવ-કુતીયાણા બેઠકના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાની પુછપરછ માટે આવતીકાલ સુધીમાં નિવેદન માટે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. અને પોલીસ મથકે હાજર થવા હુકમ કર્યો છે. (પ-ર૬)

(11:59 pm IST)