Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોરોના મહામારીમાં પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ મોરબી તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો

પ્રજાની પડખે ઉભા રહી આપદાના સમયમાં લોકોની સેવા કરી

મોરબી : કોરોના મહામારીને પગલે મોરબીના હાલ બેહાલ થયા હોય ત્યારે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ મોરબી તાલુકાનો પ્રવાસ કર્યો હતો અને પ્રજાની પડખે ઉભા રહી આપદાના સમયમાં લોકોની સેવા કરી હતી
કાન્તીભાઈ અમૃતિયા ૧૯૯૫ થી ૨૦૧૭ સુધી મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે તો હાલ કોરોના મહામારીમાં અફરાતફરીનો માહોલ હોય ત્યારે કાન્તીભાઈએ સિવિલ હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, રેમડેસીવીર ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા તેમજ ઓક્સીજન કે વેન્ટીલેટર સહિતની વ્યવસ્થાઓ માટે પ્રયાસ કર્યા હતા ગ્રામ્ય વિસ્તારના ૨૦ થી વધારે પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્ર, આયુર્વેદિક દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને ખૂટતી દવાઓ, આઈસોલેશન સેન્ટર બનાવવા આર્થિક અનુદાન આપ્યું છે

કોરોના મહામારીમાં નિષ્ણાંતોએ ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે પ્રજાને જાગૃત કરવા પાંચ દિવસ સઘન પ્રવાસ કરીને મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના ૪૦ થી વધુ ગામોનો પ્રવાસ કર્યો હતો મારું ગામ કોરોના મુકત ગામ ધ્યેય સિદ્ધ કરવા તાલુકાના તમામ ગામોમાં કોરોના લડત સમિતિ બનાવી છે અને સતત પ્રવાસ કરી પોતાના વિસ્તારમાં કોઈ કેસ ના આવે તેવા પ્રયાસો સતત કરી રહ્યા છે

(10:20 pm IST)