Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ભાવનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ વધતા ૭ ગ્રામ્ય વિસ્તારો પ્રતિબંધીત જાહેર કરાયા

ભાવનગર: આજે સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 364 નોંધાયા અને તેની સામે 327 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આજે શહેરમાં 2 અને તાલુકા-ગ્રામ્યમાં એક દર્દીનું મોત સરકારી ચોપડે કોરોનાથી થયું હતુ. ત્યારે ભાવનગરમા શહેર કરતા ગામડાઓમાં કોરોનાના કેસ વધુ છે. ભાવનગર જિલ્લાના વધુ 7 ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા સંપૂર્ણ પ્રતિબંધિત કરાયા છે.

ભાવનગરના 7 ગામડાઓમાં 24 મે સુધી તમામ પ્રકારના અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં ઘોઘા, તગડી, તણસા, ભંડારીયા, પીથલપુર, જસપરા, અને ભુંભલી ગામને પ્રતિબંધિત જાહેર કરાયા છે. આ ગામોમાં વસ્તીના પ્રમાણમાં કોરોનાનું સંક્રમણ 18 થી 66 ટકા સુધી ફેલાયું છે. તેથી આ નિર્ણય લેવાયો છે. ગામમાં ઇમરજન્સી અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રહેશે. જેથી માત્ર ઈમરજન્સી સેવાઓ જ લાવવા લઈ જવામાં આવશે.

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસની સામે સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તેથી હવે ગામડાઓ સ્વૈચ્છિક બંધ તરફ વળી રહ્યાં છે.

(4:40 pm IST)
  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST

  • કેટલાક રાજ્યો દ્વારા કોવિડ -19 રસીની અછતનાં અહેવાલો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકે આગામી ચાર મહિના માટે તેમની પ્રોડક્શન યોજના કેન્દ્રમાં સુપરત કરી છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે બન્ને કંપનીઓએ માહિતી આપી છે કે અનુક્રમે સીરમ ઇન્સ્ટિટ્યૂટ 10 કરોડ અને ભારત બાયોટેક 7.8 કરોડ રસીના ડોઝનું તેમનું ઉત્પાદન ઓગસ્ટ સુધીમાં વધારી દેશે. access_time 10:00 pm IST

  • સંકટ સમયે અમેરિકા ભારત માટે મસીહા બન્યું : અત્યાર સુધીમાં કુલ 50 કરોડ ડોલરની સહાય સામગ્રી ભારતને મોકલાવી access_time 9:41 pm IST