Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

''એડિશનલ કલેકટર'' લખેલ અર્ટીગો મોટરમાંથી ૧પપ બોટલ દારૂ ઝડપાયો

યશપાલસિંહ ઝાલા, યુવરાજ, કિશન સહિત ૩ ની ધરપકડ : ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી

(ફઝલ ચૌહાણ દ્વારા), સુરેન્દ્રનગર, તા. ૧ર :  સુરેન્દ્રનગરની ચોટીલા પોલીસે ચોટીલા હાઈવે ઉપર થી રાજકોટ એડિશનલ કલેકટર લખેલી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

ચોટીલા પોલીસે રાત્રી દરમિયાન ચોટીલા હાઈવે ઉપર ચેકીંગ કામગીરી હાથ ધરી હતી જેમાં શંકાસ્પદ રાજકોટ એડિશનલ કલેકટર લખેલી ગાડી પસાર થઈ રહી હોય તેવી બાતમી ચોટીલા પીઆઇ તથા પોલીસ સ્ટાફને મળી હતી તેને આધારે ચોટીલા પોલીસે હાઇવે ઉપર નાકાબંધી કરી અને આ બાબતની વધુ તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલી અર્ટીગો નામની સુઝુકી કંપની ની ગાડી પસાર થઇ રહી હતી જેનો નંબર જીજે ૩ એલજી ૭૪૫૪ હતો ત્યાં જ શંકાના દાયરામાં ઉભી રાખી અને ચેકીંગ કામગીરી હાથ ધરી હતી.

આ ગાડીમાં ૧૫૫ નંગ વિદેશી દારૂની બોટલ ના હતા તે પણ હાલમાં ચોટીલા પોલીસે કબજે કર્યા છે અને ત્રણ આરોપીની હાલમાં ચોટીલા પોલીસે અટકાયત કરી છે આ ત્રણ આરોપીઓમાં યશપાલસિંહ ઝાલા યુવરાજ તથા કિશનની એડિશનલ કલેકટર લખેલી ગાડીમાં દારૂ હેરાફેરી કરવાના પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે.

પોલીસે ૧પપ બોટલ દારૂ તથા કાર સહિત ૫.૬૭ લાખનો મુદ્દામાલ ચોટીલા પોલીસે કબ્જે કર્યો છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:57 pm IST)