Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

જામનગર પાસે ટ્રેકટર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા યુવાનનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: પંચ એ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ કારાભાઈ સીરોયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–પ–ર૦ર૧ના ફરીયાદી દિનેશભાઈના કાકાના દિકરા ભરતભાઈ ચનાભાઈ સીરોયા, ઉ.વ.૪૦ વાળા પોતાની મોટરસાયકલ નં. જી.જે.–૧૦ એ.બી.–૩૧૭૮ ની લઈને શેખપાટથી જામનગર જતા હોય ત્યારે રસ્તામાં આરોપી એક મહેન્દ્રા કંપનીના ટ્રેકટર નં. જી.જે.૧૦–એ.ડી.–૯૧૬ ના ચાલકે પોતાનું ટ્રેકટર પુરઝપડે બેફીકરાઈ અને ગફલતભરી રીતેથી ચલાવી મોટરસાયકલને હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઈજા કરી તેનું મોત નિપજાવી દઈ ગુનો કરેલ છે.

દારૂની છ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–પ–ર૦ર૧ જામનગરમા મેહુલનગર ૮૦ ફુટ રોડ, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આરોપી વિજયભાઈ કાનજીભાઈ કુવૈચા એ પોતાના  રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંંગ્લીશ દારૂની રોયલ બાર પેસ્ટીગ ગન વ્હસ્કી  ૭પ૦ એમ.એલ. ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ કંપની શીલબંધ બોટલ નંગ–૬ કિંમત રૂ.૩૦૦૦/– ના મુદામલા સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્લાય કરનાર આરોપી યુનુશભાઈ સુલેમાનભાઈ રાવકડા, રે. જામજોધપુર વાળાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાણખાણ શેરી નં.ર માં જુગાર રમતા છ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કરેણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–પ–ર૦ર૧ના જામનગરના ગોકુલનગર, પાણખાણ શેરી નં.ર ચોકમાં આરોપી રાજેશભાઈ ગોવિંદભાઈ અઘેરા, લાલદાસ જેન્તીલાલ દાણીધારીયા, શંકર નથુની યાદવ, રાજુભાઈ ગોરખભાઈ ગોંડ, સુનીલકુમાર ગુરૂચરણ રાય, ભોલાભાઈ સુકાટીભાઈ ચોધરી રે. જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની લેતીદેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ.૧૦,પપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મીયાત્રા ગામે જુગાર રમતા આઠ ઝડપાયા

પંચકોશી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૧૧–પ–ર૦ર૧ના મીયાત્રાગામ, વિજરખી ડેમની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીઓમાં આરોપીઓ ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર, જુનુસભાઈ ઉમરભાઈ ચાયણ, હિતેષભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા, ધનાભાઈ કરશનભાઈ લુણા, નરશીગર જેઠીગર ગોસાઈ, પ્રભુદાસ રવિદાસ ગોડલીયા, ઈમરાનભાઈ જીવાભાઈ ગંજા, ખીમભાઈ નરશીભાઈ પુરોહીત, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે પૈસાની લેતીદેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા રેઈડ દરમ્યાન અંગ ઝડતી માંથી તથા પટ્ટના મળી કુલ રોકડા રૂ.૧૭,૮૯૦/– તથા ઈકો ફોર વ્હીલર કાર જેના રજી.નં. જી.જે.–૧૦–ડી.ઈ.–૩૮૮૪ ની જેની કિંમત રૂ.ર,પ૦,૦૦૦/– મળી કુલ રૂ.ર,૬૭,૮૯૦/–  સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર રમતા છ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ઋષિરાજસિંહ રણજીતસિંહ વાળા એ ફરીયાદ નોંધાવી છે. કે, ૧૧–પ–ર૦ર૧ ના ચણના ઓટાથી આગળ અવેળાની સામે નદીના પટમાં જાહેર રસ્તા પર આરોપી અતુલભાઈ ચીમનભાઈ બકોરી, જીવાભાઈ મોહનભાઈ પરમાર, ભરતભાઈ મગનભાઈ સોલંકી, ભરતગીરી પ્રભાતગીરી ગોસ્વામી, અરજણભાઈ મોહનભાઈ પરમાર, નટવર ઉર્ફે અતુલભાઈ મગનભાઈ પરમાર, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૦ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:56 pm IST)