Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સાવરકુંડલામાં પાલિકાની ચુંટણીના મનદુઃખમાં મારામારી -ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧ર : સાવરકુંંડલા મફતીયાપરા મેરા પુલ પાસે પાલિકાના ચુંટણીના મનદુફખના કારણે બે જુથ વચ્ચે હથિયારો ધારણ કરી સામ સામી મારા મારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. અલ્પેશભાઇ ઉર્ફે આલ્કુ બાવચંદભાઇ ઉનાવા ઉ.વ.ર૭ને બટુક મનજીભાઇ ઉર્ફે રઘો મનજી ઉનાવાએ ગાળો બોલી પાઇપ અને તલવાર વડે મારામારી વચચે પડેલા પત્નીને પાઇપ વડે માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે રઘાભાઇ ઉર્ફે ભાઇ મનજીભાઇ ઉનાવા ઉ.વ.૪૭ને અલ્પેશ ઉર્ફે આલ્કુ બાવચંદ અને તેના પત્ની, માતા અને બહેને ગાળો બોલી તલવાર, પાઇપ, લાકડી અને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ સાથે ધરપકડ

બાબરા તાલુકાના પાનસડા ગામથી નવાણીયા રોડપરથી અમરેલી એસઓજી પોલીસ ટીમ મુળ એમપીના હાલ બાબરાના નવાણીયા રાકેશ શંકર ચૌહાણને એસઓજીના શૈલેષ કામળીયા અને ટીમે ર૪ બોટલ ઇગ્લીશ દારૂ ૧૦૩ર૦ના મુદામાલ સાથે ઝડપી પાડયો  હતો. આ દારૂ એમપીના ચીન્ટુ જીવાનસિંઘ પસોડીયાએ આપ્યો હતો.

સગીરાને ભગાડી

બાબરા તાલુકાના લોન કોટડા ગામે રહેતી સગીરાને ગોંડલ તાલુકાના વાસાવડ ગામના રાકેશ અશ્વિન મકવાણા લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાના પિતાએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ધોરણસર કરેલ છે.

(12:56 pm IST)