Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના નવનિયુકત પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઇ

જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના નવનિયુકત પ્રદેશ હોદ્દેદારોની બેઠક  પ્રદેશ ભાજપ કાર્યાલય ગાંધીનગર ખાતે અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ માર્ગદર્શન આપેલ તેમજ મોરચાના હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ને છેવાડાના માનવી સુધી પોહચડવાની આહવાન કરેલ. પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ એક આદર્શ કાર્યકર્તાની પાર્ટી માટે ભૂમિકા અને તેનું મહત્વ સમજાવ્યું હતું. પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને પ્રદીપસિંહ વાઘેલા એ નવનિયુકત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે મોરચા ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ડો.પ્રદ્યુમન વાજા દ્વારા ખુબજ ટૂંકા ગાળા માં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રાજયભરમાં થયેલા કોવિડ૧૯ મહામારી સામે લડવા થયેલા સેવાકીય કાર્યોની પુસ્તિકા અર્પણ કરવાના આવેલી. અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આગામી દિવસોમાં જિલ્લા-મહાનગર મોરચાની રચનાઓ બાબત પ્રદેશ પદાધિકારીઓને જિલ્લાવાર જવાબદારીઓ સોંપવામાં આવેલ, ઉપરાંત વિવિધ વિષયો જેવા કે વ્યસનમુકિત, કુરિવાજ નાબુદી, સરકારી યોજનાની સહાય, દલિત બુથ પ્રહરી વગેરે બાબત પ્રદેશ પદાધિકારીઓ ને જવાબદારી સોપાયેલ. મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રદ્યુમન વાજા દ્વારા આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.

(12:55 pm IST)