Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોવિડ-બિનકોવિડમાં વધુ ૩ મોત

ર૪ કલાકમાં વધુ ૯૧ પોઝીટીવ કેસઃ મૃત્યુનુ પ્રમાણ ઘટતા સ્મસાનની સ્થિતિ સુધરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧ર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ પહેલા નવના મોત કોવીદ બીન કોવીડમાં થયા હતા તે પછી ગઇકાલે કોવીદમા એક મોત થતા ૩૯ વાળા ૪૦ થયા છે તો બીનકોવીદમાં બેના મોત થતા તેમાં ૮૭ થયા છે. કુલ ૧ર૭ ના મોત થયા છે.

છેલ્લા ર૪ કલાકમાં ૯૧ પોઝીટીવ કેસ નોંધાયા હતા.  કોરોના તળેગંભીર રોગ હોય પણ શરૂઆતના તબકકામાં ટ્રીટ મેંટ થવાથી શરૂ થાય પણ ગ્રામ્ય પંથકના લોકો જયારે કોરોના છેલ્લી સ્થિતિમાં આવે અને શ્વાસની તકલીફ ઉપડે ત્યારેજ હોસ્પીટલમાં જતા હોય કોરોના વ્યાપક રીતે ફેલાવા માંડયો છે તેન ેકારણેજ ઓકિટવ કેસોની સંખ્યા જિલ્લામાં એક આંકડામાં ૮/૯ થઇ ગઇ હતી તે ૮૦૦ નવા આવી છે. ગ્રામ્ય પંથકમાં જાગૃતતા વ્યાપક જરૂરત ઉભી થઇ છે. એક તબકકે સવારે અંતિમયાત્રા લઇને જતા હોયસાંજે વારો આવે તેવું થતું હતું તથા કલાકો વેઇટીંગ થતું હતું તેમાં હવે શહેર તાલુકા તથા હોસ્પીટલમાં મૃત્યુ દર ઘટતા થોડો હાશકારો લોકોને થયો છે.

ગ્રામ્ય પંથકમાં કોરોના સંક્રમણ વ્યાપક બનતા ગ્રામ્ય પંથકમાં વધુ કેસ નોંધાતા હોય તથા લગભગ ગામોમાં અત્યાર સુધીમાં ૮/૧૦ મોત કોરોના મહામારીમાં જ થઇ ગયા હોય ગ્રામ્ય પંથકમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ થઇ ગઇ છે.

ખંભાળીયાના મોટા ગામમાં વડત્રા ગામના પૂર્વ સરપંચ રામશી રાણા ચાવડાએ એક મુલાકાતમાં જણાવેલ કે આ વખતે કોરોનાનો ડર એવો વ્યાપક થયો છે કે શેરી રસ્તા દુકાનોમાં કયાંય કોઇ વ્યકિત ઘરની બહાર નીકળતાજ નથી. !!

(12:55 pm IST)