Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કેશોદ કોવિડ કેરમાં અમેરિકાના કડવા પટેલ સમાજે ૮ ઓકસીજન કોન્સન્ટ્રેટર મોકલ્યા

(કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા.૧૨ :  કેશોદ કેશોદમાં કોવીડ કેર સેન્ટર શરૂ થયાને ૨૦ દિવસ થયાં છે લોક ભાગીદારીથી શરૂ થયેલા આ સેન્ટરમાથી અનેક કોરોના દર્દીઓ સાજા થઈ ધેર પરત ફર્યા છે આ કોવીડ સેન્ટરમાં દર્દીઓને સારી સારવાર સાથે ચા સાથે કોફી નાસ્તો ફ્રુટ જ્યુસ હળદરનું દૂધ સાત્વિક ભોજન સહિતની સુવિદ્યા મળી રહે તેવા સતત પ્રયત્ન કરાય છે ત્યારે આ કેન્દ્રને દાતાઓ તરફથી મબલખ દાન મળી રહયું છે ત્યારે અમેરિકામાં વસતા પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદના મેનેજીંગ ટ્રસ્ટી ડો. સી. ડી. લાડાણી તેમજ કડવા પટેલ સમાજ યુએસએ દ્વારા આ કોવીડ કેર સેન્ટરને ૮ ઓકસીજન કોન્સન્ટ્રાટર ભેટ મળ્યા છે આ મશીન સીદસર ખાતેથી કોવીડ સેન્ટરે પહોચી ગયા છે ત્યારે હવે જે દર્દીનું ઓકસીજન લેવલ ૯૦ થી ૯૫ હશે તેને આ મશીન લગાવાતા હવામાંથી શુધ્ધ  મેડીકલ ઓકસીજન મળશે. 

જ્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ રાજુભાઈ ભેડાની આગેવાની હેઠળ તાલુકાનાં -ાથમિક શિક્ષકો દ્વારા એકત્રિત કરાયેલ રૂપીયા ૨,૩૦,૩૧૧ની રોકડ રકમ જીલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય અને તાલુકા શિક્ષણાધિકારી જાદવના હસ્તે કોવીડ કેર સેન્ટરને અર્પણ કરાઇ હતી અહી દર્દીઓ માટે દવાની ખાસ જરૂરીયાત હોઇ કેવદ્વા સેવા સહકારી મંડળી તરફથી દાનપેટે રૂપીયા ૧ લાખનો ચેક આપવામા આવ્યો હતો સેન્ટરની વ્યવસ્થાની દેખરેખ માટે પટેલ વિધાર્થી આશ્રમના જયેશભાઈ લાડાણી. કેમ્પસ ડાયરેકટર ભરતભાઈ વડાલીયા. મોરીભાઈ. ડો. સ્નોહલ તન્ના. વિરમભાઇ ઓડેદરા સહિતનાં જહેમત ઊઠાવી રહયા છે.

(12:51 pm IST)