Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

હળવદના રાયસંગપરમાં પાન-માવાની દુકાનમાં જુગારધામ : સાત ઝડપાયા

 

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૨: તાલુકાના રાયસંગપર ગામે આવેલ શિવ શકિત પાન સેન્ટર નામની દુકાનમાં દુકાનદાર પતા પ્રેમીઓને બોલાવી પોતાની દુકાનમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમી મળી હતી, જેથી હળવદ પી.આઈ. પી.એ. દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના જયપાલસિંહ ઝાલા ,બીપીનભાઈ પરમાર, મુમાભાઈ કલોત્રા, કિરીટભાઈ જાદવ,ભરતભાઈ , જીતેન્દ્રભાઈ કડીવાલ સહિતના પોલીસ જવાનો દ્વારા પાન-માવાની દુકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડતા જુગાર રમતા સાત સખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા જુગારના પટમાંથી રોકડ રૂપિયા ૩૦૧૫૦ની રોકડ સાથે જુગારીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જુગાર રમતા ઝડપાયેલામાં

(૧)મહેશભાઈ ઉર્ફ મુન્નો ભુપતભાઇ સોંઢા(૨)દિપકભાઈ ડાયાભાઈ ચાવડા(૩)હમીરભાઈ કરસનભાઈ ચૌહાણ(૪)જીવણભાઈ બાબુભાઈ સુરેલા(૫)વિજયભાઈ ડાયાભાઈ ચાવડા(૬)ભરતભાઈ દેવજીભાઈ સોંઢા(૭)સંજયભાઈ બાવલભાઈ સોંઢા છે.

અન્ય સાત ઝડપાયા

હળવદમાં કરાચી કોલોનીમાં જનકસિંહ ચંદ્રસિંહ ઝાલાના મકાનમાં ગેરકાયદે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, જાવેદભાઇ એહમદભાઇ કલાડીયા, જનકભાઇ ગુણવંતરાય પંચોલી, સંજયભાઇ ગીરધરભાઇ ગાંધી, પ્રફુલભાઇ દિવ્યેશ્વરભાઇ મહેતા, અનીલભાઇ કેશવલાલ સોલંકી અને સુરેશભાઇ કાંતીભાઇ ચાવડાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧૮,૮૫૦ કબ્જે કર્યા છે.

(11:35 am IST)