Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ભાજપ નગરપાલિકા સેલના પ્રદેશ કન્વીનર પ્રદિપભાઇ ખીમાણીના માતુશ્રીનું અવસાન

જુનાગઢ, તા. ૧ર :  જુનાગઢના ભાજપ અગ્રણી અને ભાજપ પ્રદેશ નગર પાલિકા સેલના પ્રદેશ કન્વીનર પ્રદિપભાઇ ખીમાણીના માતુશ્રી જયાબેન ખીમાણીનું અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.

''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા ''અકિલા'' વેબ એડિશનના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા અને ''અકિલા''  પરિવારે બે મીનીટનું મૌન પાળીને સ્વ. જયાબેન ખીમાણીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

સ્વ. પ્રાણલાલભાઇ હંસરાજભાઇ ખીમાણીના પત્નિ જયાબેન (ઉ.વ.૮૬) તે સ્વ. વિઠ્ઠલભાઇ નારણભાઇ સવાણી (બાબરા)ના પુત્રી તે પ્રદિપભાઇ ખીમાણી (જુનાગઢ ભાજપ અગ્રણી-ભાજપ પ્રદેશ નગરપાલિકા સેલના પ્રદેશ કન્વીનર) જગદીશભાઇ (એસબીઆઇ) નરેશભાઇ (સરસ્વતી સ્કુલ) ગીતાબેન વિનોદરાય રાયચુરા (જામનગર/ રાજકોટ) રેખાબેન પંકજભાઇ અઢીયા (રાજકોટ) ના માતુશ્રી તથા ડો. રઘુ. ડો. હેતલ આસુતોષકુમાર ગોકાણી (જામનગર/ લુધિયાણા) સાગર, ગોપી, ડો. માનસી, ડો. ચિરાગના દાદીમા તથા તે જયેશભાઇ ખીમાણી તથા મિતેશભાઇ ખીમાણી (રાજકોટ)ના ભાભુ તેમજ સ્વ. રમેશભાઇ સવાણી (રાજકોટ) તથા સ્વ. સુરેશભાઇ સવાણી (બાબરા) ના બહેન તા. ૧૧ ને મંગળવારે શ્રીજી ચરણ પામ્યા છે.

સદ્ગતનું ટેલિફોનિક બેસણુ/ પિયર પક્ષની સાદડી ગુરૂવાર તા. ૧૩-૦પ-ર૦ર૧ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. પ્રદિપભાઇ ખીમાણી (મો. ૯૪ર૬૭ ૧૭૦૦૦)

(11:00 am IST)