Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મોરબીમાં પત્નિના પ્રેમીને પતિએ ધારિયાના ઘા ઝીંકીને પતાવી દીધો

નસીમ મકરાણીને અવાર-નવાર મળવા આવતા વિજય કોટકને ઇકબાલ મકરાણીએ મોતને ઘાટ ઉતાર્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : રાજકોટના રહેવાસી ઇકબાલ મકરાણીના પત્નીને મોરબીના પુરૂષ સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી આરોપી પતિએ પ્રેમીને ધારિયાના ઘા ઝીંકી જીવલેણ ઈજા કરી તેમજ પત્નીને ધારીયાના ઘા ઝીકી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તો પ્રેમીને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હોય જયાં તેનું મૃત્યુ નીપજયુ હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો.

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડના રહેવાસી વિજય કાંતિલાલ કોટકે ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને આરોપી ઇકબાલ મકરાણી રહે. રાજકોટ વાળાની પત્ની નસીમ સાથે પ્રેમસંબંધ હોય અને નસીમબેન અવરનવર તેના ઘરે આવતી હોય જેની આરોપી ઇકબાલ મકરાણીને જાણ થતા સારૃં નહિ લાગતા તે બાબતનો ખાર રાખીને ગત તા.૪ ના રોજ લોખંડ ધારિયા સાથે વિજય કોટકના મકાને આવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મારી નાખવાના ઈરાદે પેટના ભાગે ધારિયાનો ઘા મારી ઈજા કરી હતી તો નસીમબેન વચ્ચે પડતા તેને પણ ધારિયાના ઘા મારી ઈજા થઇ હોય અને ઈજાગ્રસ્ત વિજય કોટકને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો

જયાં તેનું મૃત્યુ નીપજયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:58 am IST)