Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

હવે કોરોના સંક્રમિત પરિવારોના બાળકોની સંભાળ લેશે સરકાર : ભુજમાં કરાઇ વ્યવસ્થા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : કોરોના મહામારીના સંક્રમણમાં કોરોના સંક્રમિત પરિવારના બાળકોની કાળજી રાખવામાં મુશ્કેલીઓ પડતી હોય તો આવા સંજોગોમાં કોરોના સંક્રમિત પરિવારોના બાળકોની સંભાળ લેશે સરકાર!! રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે બાળકોના માતાપિતા કે વાલી કોઈ પણ એક કોરોનાના કારણોથી હોસ્પિટલમાં હોય અને તે બાળકોની કોઈ દેખરેખ રાખી શકે તેમ ન હોઈ તેવા બાળકો માટે ટૂંકાગાળા અને લાંબાગાળા માટે જુવેનાઇલ જસ્ટિસ એકટ ૨૦૧૫ મુજબ નોંધાયેલ કચ્છ જિલ્લાની આ સંસ્થાઓના નામ, સરનામુ અને સંપર્ક નંબર પર સંપર્ક કરવો. ૭ થી ૧૮ વર્ષના છોકરાઓ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, નાગરીક સોસાયટી,હોસ્પીટલ રોડ,ભુજ-કચ્છ, ફોન નં.૦૨૮૩૨-૨૨૨૧૧૦, અઘિક્ષકશ્રી પ્રજેશભાઇ મહેશ્વરી મો. નં.૯૯૨૪૪ ૯૯૭૨૦ નો સંપર્ક કરવો. ૭ થી ૧૮ વર્ષની છોકરીઓ માટે કચ્છ મહીલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, સરપટ નાકા, એરપોર્ટ રોડ,ભુજ-કચ્છ ,ફોન નં.૦૨૮૩૨-૨૪૪૨૪૧,ઇ.ચા.અધિક્ષકશ્રી કુંજબેન જોષીમો.નં.૯૯૦૪૨ ૬૬૦૫૬ નો તેમજ ૦ થી ૬ વર્ષના છોકરા/છોકરી માટે કચ્છ મહીલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત વિશિષ્ટ દત્ત્।ક સંસ્થા, સરપટ નાકા, એરપોર્ટ રોડ, ભુજ-કચ્છફોન નં.૦૨૮૩૨-૨૪૪૨૪૧ મેનેજરશ્રી અવનીબેન જેઠી-મો.નં.૯૬૩૮૮ ૪૪૯૫૫ નો સંપર્ક કરવો. બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકતી વખતે આ બાબતો ઘ્યાનમાં રાખવાની છે. બાળકોને બાળ સંભાળ સંસ્થામાં મુકતી વખતે બાળકોના કોરોના રીપોર્ટ નેગેટીવ હોવો અત્યંત જરૂરી છે કારણ કે બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા અન્ય બાળકોની સુરક્ષા પણ જરૂરી છે.

બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકવા બાળ કલ્યાણ સમિતિ,ભુજ-કચ્છની મંજુરી મેળવવાની રહેશે. કાળજી અને સાર સંભાળની જરૂરીયાતવાળા બાળકોને જરૂરીયાત પુરતા દિવસો માટે બાળ સંભાળ સંસ્થાઓમાં રાખવામાં આવશે જેની જરૂરીયાતના દિવસો બાળ કલ્યાણ સમિતિ નકકી કરશે. બાળ સંભાળ સંસ્થાઓમાં આવા બાળકોને રહેવા, જમવા, જીવન જરૂરીયાતની તમામ સુવિઘા નિશુલ્ક આપવામાં આ સંસ્થાઓમાં જરૂરિયાત મુજબ આશ્રય આપવામાં આવશે. જો બાળકને તેના નજીકના કોઇ સગા સબંઘી સંભાળ રાખી ન શકે તેમ હોય તો જ બાળકને બાળ સંભાળ સંસ્થાઓમાં બાળકો મુકવા માટેનો છેલ્લો વિકલ્પ છે. આ બાબતે જરૂરી માર્ગદર્શન જીલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. તેમજ બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સનશ્રી દિપાબેન લાલકા દ્વારા આપવામાં આવશેતેમ જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ ડોરિયા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

(10:11 am IST)