Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ભાવનગરના તળાજા રોડ પર મકાનના ધાબા પર કડબના જથથામાં આગ ભભૂકી "350 કિલો કડબનો જથ્થો ભસ્મીભૂત

ફાયર બ્રિગેડનો કાફલો દોડ્યો :પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

ભાવનગરના તળાજા રોડ પર આવેલ રહેણાંકી મકાનના ધાબા પર રાખેલ કડબનાં જથ્થામાં આગ લાગતાં ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. ભાવનગરનાં તળાજા રોડ, જકાતનાકા નજીક આવેલ જલારામ સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ લાડવાના રહેણાંક મકાનના ધાબા પર રાખેલ કડબનાં જથ્થામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

આગની ઘટનામાં ૩૫૦ કિલો કડબનો જથ્થો સળગી ગયો હતો. કડબનાં જથ્થામાં આગ લાગ્યાની જાણ થતા આસપાસનાં લોકોના ટોળા એક્ઠા થયા હતા.

(10:39 am IST)