Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ભુજમાં ધોમધખતા તાપમાં હિન્દુ યુવા સંગઠનની મહારેલીઃ હથિયારો સાથે ધમકાવતા યુવાનો સામે આક્રોશ

ભુજ, તા.૧૨: ભુજમાં હિન્દૂ યુવા સંગઠન દ્વારા ધોમ ધખતા તાપ વચ્ચે યોજાયેલી રેલીમાં કચ્છભર માંથી વિશાળ સંખ્યામાં હિન્દૂ સમાજ જોડાયો હતો.જિલ્લા કલેકટર મારફત કચ્છ પોલીસ અને દિલ્હી તેમ જ ગુજરાતના ગૃહમંત્રીને અપાયેલા આવેદનપત્ર માં હિન્દુ યુવા સંગઠને લેખિતમાં ચોંકાવનારી રજૂઆતો કરી હતી.રેલી પૂર્વે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ માં એકઠા થયેલા હિન્દુ સમાજના લોકો રેલી રૂપે શાંતિપૂર્વક જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. હિન્દુ યુવા સંગઠનના આવેદનપત્ર માં કરાયેલ આક્ષેપ પ્રમાણે કચ્છમાં છેલ્લા દ્યણા સમયથી સોશ્યિલ મીડિયા માં હિન્દુ સમાજ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરાય છે.અમુક અલગતાવાદી તત્વો દ્વારા હિન્દુ સમાજને ઠેસ પહોંચે એવી પ્રવૃતિઓ કરાય છે.જેહાદી માનસિકતા ધરાવતા અમુક ચોક્કસ તત્વો દ્વારા થતી પ્રવૃતિ ઓને વહીવટીતંત્ર ધ્યાને લઇ ને કડક પગલાં ભરે તેવી માંગ કરાઈ છે.ગૌ હત્યા ના બનાવો જે રીતે બની રહ્યા છે તેનાથી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી રહી છે.

હિન્દુ યુવા સંગઠન ભુજ ના પ્રમુખ પ્રકાશ રાજગોર ની હત્યાના પ્રયાસને વખોડી કાઢીને ધાક ધમકી હુમલા દ્વારા કચ્છની શાંતિને ડહોળવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને તાજેતરમાં માંડવીની દ્યટનાનો ઉલ્લેખ પણ આવેદનપત્ર માં કરાયો છે,તે મુજબ હિન્દુ યુવા સંગઠન કચ્છના પ્રમુખ રદ્યુવીરસિંહ જાડેજાને ડરાવવાનો પ્રયાસ કરી તેમની સામે ખોટા કેસો કરાયા હોવાનું જણાવાયું છે.હાલમાં જ માંડવી મધ્યે રદ્યુવીરસિંહ જાડેજાની આઙ્ખફિસે જેહાદી માનસિકતા ધરાવતા યુવાનો દ્વારા કરાયેલ સૂત્રોચ્ચાર અને હથિયારો સાથે ડરાવવા અને ધમકાવવાના પ્રયાસને વખોડીને આ દ્યટનાનો વીડિઓ પણ પોલીસને અપાયો હોવાનું જણાવી કડક પગલાં ભરવા માંગ કરાઈ છે. ખાનગી અને સરકારી જમીન પર અલગતાવાદી તત્વો ગેરકાયદેસર કબજો કરી રહ્યા હોવાનું જણાવીને કચ્છમાં મોટી સંખ્યામાં બગ્લાદેશી અને રોહિગ્યા મુસ્લિમોને વસાવવાનો આક્ષેપ પણ આવેદનપત્ર માં કરાયો છે.કચ્છનો હિન્દુ સમાજ શાંતિ માં માનતો હોવાનું જણાવીને તાજેતરમાં જ રાજગોર સમાજના સ્મશાન ગૃહમાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓ ખડીત કરવાના કિસ્સામાં હિન્દુ સમાજ શાંત રહ્યો હોવાનો ઉલ્લેલખ આવેદનપત્રમાં કરીને કચ્છની શાંતિ ને ડહોળનારા તત્વો સામે કડક ધાક બેસાડતી કામગીરી કરવા માંગે કરાઈ છે.(૨૨.૧૮)

(4:18 pm IST)