Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતી યુવતી પર કારખાનેદારનો નિર્લજ્જ હુમલો

ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી : કારખાનેદાર મુકેશ બ્રાહમણ ઙ્ગસામે પોલીસમાં ફરિયાદ

જેતપુર તા.૧૨ : શહેરના સાડીના કારખાનામાં કામ કરતી યુવતીને બદનામ કરવાની ધમકી આપી  કારખાનેદારની નીર્લજ્જ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસે જણાવ્યા અનુસાર પોતાના પરિવારને મદદ કરવા વીટા વાઇવાનું કામ કરતી હોય ૬ દિવસ પહેલા સવારે ૮ વાગ્યાના સરસામા કારખાનાનો માલિક મુકેશ દયારામ બ્રાહ્મણ (રહે.બાપુની વાડી) વાળાએ યુવતીને તેના ઘરેથી તેના ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી નીર્લજ્જ હુકમલો કરેલ.

જેથી બાવાજી યુવતીએ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશ વિરૂધ્ધ ૩૭૬ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

(2:24 pm IST)