Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

અમીતભાઇ દિલ્હી બેઠા બેઠા કર્ણાટક ચૂંટણીનું મોનીટરીંગ કરશે

તીરૂપતિ બાલાજી-સોમનાથ મહાદેવના આશિર્વાદ લીધા

નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગઇકાલે ગુજરાત આવ્યા હતા તેઓ કેશોદ થી સોમનાથ મહાદેવ મંદિરે જઇ પરિવાર સાથે દાદાના દર્શન કર્યા હતાં. ધર્મપત્ની, પુત્ર,  પુત્રવધુ, પૌત્રી સાથે તેઓએ શંકર ભગવાનની પૂજા-અર્ચના કરી હતી.સામાન્ય રીતે કોઇપણ ચૂંટણી હોય, તેનો પ્રચાર પુર્ણ થયા બાદ તુરંત જ અમિતભાઇ સોમનાથ મંદિરે આવતા હોય છે. ભુતકાળમાં પણ અનેક વખત તેઓ ચૂંટણી પ્રચાર બાદ સોમનાથ આવ્યા હતાં. તેમનો પરિવાર પણ અમદાવાદથી સીધો સોમનાથ પહોંચ્યો હતો. જો કે દર વખતે સોમનાથ દાદાના મંદિરમાં દંડવત પ્રણામ કરે છે. આ વખતે એ પરંપરા તૂટી તેની ભારે ચર્ચા છે.અગાઉ એવી વાત હતી કે તેઓ એકાદ દિવસ અમદાવાદ આવશે. પરંતુ આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન હોઇ, તેઓ કેશોદથી જ ખાસ ફલાઇટમાં પરત દિલ્હી જવા નીકળી ગયા હતાં. હવે દિલ્હી બેઠા બેઠા જ તેઓ મતદાનનું મોનિટરીંગ કરશે.

(11:59 am IST)