Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

થોડા સમય પહેલા ચાર બંદૂકો સાથે ઝડપાયેલ આદિપૂરના ધમેન્દ્રસિંહ રાજપૂતને પતાવી દેવાયો

ભુજ તા.૧૨ : આદિપૂર પંથકના કુખ્યાત શખ્સ ધર્મેન્દ્રસિંહ રાજપૂતની ગઇકાલે મોડીરાત્રે તલવાર વડે રહેંસી  નાખીને કરપીણ હત્યા કરાઇ હતી. તલવાર અને ધારીયા વડે થયેલા કરપીણ હુમલામાં ઘવાયેલા  ધર્મેન્દ્રસિંહ રામસ્વાર્થ રજપૂત (ઉ.વ.૪૫)ને  ભૂજની જી કે હોસ્પિટલમાં મોડીરાત્રે સારવાર માટે દાખલ કરાયા બાદ તેણે ગંભીર ઈજાઓના કારણે અંતિમ શ્વાસ લીધા હતા.

મૃતકની પત્ની રંજિતાસિંહ રાજપૂતે આ મામલે અનવર, રજાક, શબ્બીર અને કારા એમ ચાર શખ્સોની વિરૂધ્ધ હત્યાની ફરિયાદ લખાવી છે. મૃતક ધર્મેન્દ્રસિંહ  હમણાં જ પૂર્વ કચ્છ એલસીબીના હાથે ૪ બંદૂક  સાથે ઝડપાયો હતો. તેની વિરૂધ્ધ  ગાંધીધામ, અંજાર, આદિપૂરમાં હત્યા, મારામારી, ખંડણી અને લૂંટના અનેક ગુનાઓ નોંધાયેલા હતા

(11:59 am IST)