Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વિજયભાઇ અમરેલી જીલ્લામાં: કાલે સુરેન્દ્રનગર પંથકમાં

લાઠીના જરખીયા દુધાળામાં ખાતમુર્હુત શ્રમદાન કાર્યક્રમઃ કાલે જળસંચય, સુરસાગર ભવન કાર્યાલય ઉદઘાટન સી.યુ.શાહ પ્રતિમાનુ અનાવરણ વિકાસકાર્યોનું લોકાર્પણ

અમરેલી, તા.૧૨: રાજયના મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત  અમરેલી જિલ્લાની મુલાકાતે આવનાર છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સવારે ૧૧.૦૦ કલાકે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ખાતે ઉપસ્થિત રહેશે. ગામ ખાતે મુખ્યમંત્રીશ્રી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું ખાતમૂહુર્ત તેમજ શ્રમદાન કાર્યક્રમમાં સહભાગી થશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી બપોરે ૧૨.૪૦ કલાકે લાઠીના દુધાળા ખાતે ચાલતાં જળસંગ્રહના કામોની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કરશે.

આ કાર્યક્રમમાં રાજયના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તેમજ જિલ્લાના સાસંદશ્રી નારણભાઇ કાછડીયા ઉપરાંતના અધિકારી-પદાધિકારીશ્રી-મહાનુભાવો તેમજ ખેડૂતો-ગ્રામજનો ઉપસ્થિત રહેશે. 

વઢવાણ-સુરેન્દ્રનગરઃ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૧૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવી રહયા છે, સવારના ૯.૦ કલાકે વઢવાણ તાલુકાના વાડલા ખાતે ઉપસ્થિત રહી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત વાડલા ખાતે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુર્હૂત કરશે. ત્યારબાદ તેઓશ્રી વઢવાણ સ્થિત શ્રી સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંદ્ય લી. (સુરસાગર ડેરી) ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સુરસાગર ડેરીના રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઙ્કસુર સાગર ભવનઙ્ખ કાર્યાલયનું ઉદ્દદ્યાટન કરશે. આ તકે સુરસાગર ડેરી તરફથી રૂપિયા ૨૦ લાખ અને જિલ્લાની દૂધ મંડળીઓ તરફથી અંદાજીત રૂપિયા ૨૦ લાખ મળી કુલ રૂપિયા ૪૦ લાખની રકમના ચેક મુખ્યમંત્રીશ્રીને સુજલામ - સુફલામ જળ અભિયાન માટે અર્પણ કરાશે.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી સુરેન્દ્રનગર - દૂધરેજ નગરપાલિકા દ્વારા અમૃત યોજના અન્વયે અંદાજિત રૂપિયા ૧૪.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કામોનું અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP) અંતર્ગત રૂપિયા ૧૨ કરોડના કામો, NULM  યોજના અંતર્ગત રૂપિયા ૧.૨૨ કરોડના કામો અને ૧૪ મા નાણાપંચ યોજના અન્વયે રૂપિયા ૦.૫૭ કરોડના કામો મળી કૂલ રૂપિયા ૨૭.૯૯ કરોડના વિવિધ વિકાસકામોનું કાર્યક્રમના સ્થળેથી ડીઝીટલ તકતી અનાવરણ દ્વારા ખાતમુર્હૂત - લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દાતાશ્રી સી.યુ.શાહની પ્રતિમાનું અનાવરણ તેમજ નવા હોસ્પિટલ બિલ્ડીંગ અને કાર્ડીયાક કેર સેન્ટરનું ઉદ્દદ્યાટન કરશે. (૨૩.૭)

(11:58 am IST)