Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કોળી સમાજની કન્યાઓ વિશે ટીપ્પણી વિવાદમાં ભાવનગરમાં ત્રણની ધરપકડ

ભાવનગર, તા.૧૨: ગઇકાલ  વરતેજ પોલીસ સ્ટેશનમાં મુકેશભાઇ દેવશીભાઇ રાઠોડ રહે.બોરતળાવ, ભાવનગર વાળાએ એવાં મતલબની ફરીયાદ દાખલ કરાવેલ.કે, એક હાથમાં સફેદ કલરનું જાડું કડું પહેરેલ એક છોકરો સ્ટેન્ડ ચડાવેલ સ્કુટર ઉપર બેસીને પોતે ભરવાડ જ્ઞાતિનો અને સાટીયા અટક હોવાની ઓળખ આપી વિડીયો ઉતારનાર વ્યકિત તથા અન્ય એક વ્યકિતને વાત કરતો હોય તે રીતે કોળી સમાજ ની દિકરીઓ વિશે ખરાબ ટીપ્પણી ઓ કરી બિભત્સ શબ્દો બોલી બિભત્સ ઇશારાઓ કરતો જોવામાં આવેલ.જે વ્યકિતની તપાસ કરતાં આ વ્યકિત કરદેજ તા.જી.ભાવનગરવાળો હોવાનું જાણવા મળેલ.જેથી તેનાં તથા વિડીયો ઉતારનાર અને વિડિયોમાં સમર્થન આપનાર વ્યકિત હસતાં હતાં.તે ત્રણેય વ્યકિતઓએ બે જ્ઞાતિઓ વચ્ચે  દ્રેષની લાગણી ફેલાવી વિડીયો વાયરલ કરેલ.તેનાં વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવેલ.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇપોલીસ અધિક્ષક પી.એલ.માલ સાહેબે આ ગુન્હાની તપાસ ડી.એમ.મિશ્રા પોલીસ ઇન્સ., લોકલ ક્રાઇમ બ્રાન્ચ સોંપી આપેલ.અને એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસોને તાત્કાલિક આ ગુન્હામાં સંડોવાયેલ સુચના આપેલ.

જે સુચના મુજબ ગઇકાલ મોડી રાત્રે વિડીયોમાં દેખાતાં કાયદાનાં સંદ્યર્ષમાં આવેલ કિશોરની પોલીસે અટકાયત કરી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ.

ત્યાર બાદ આ ગુન્હાની તપાસ દરમ્યાન વિડીયો ઉતારનાર શૈલેષ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૧ રહે.કરદેજ  તથા વિડિયોમાં સમર્થન આપી હસતાં હરેશ ઉર્ફે મોટો સામતભાઇ દેસુરભાઇ ડાંગર ઉ.વ.૨૫ રહે.કરદેજ વાળાને પકડી પાડી તેઓની પાસેથી મોબાઇલ-૨ કિ.રૂ. ૧૨,૫૦૦/- તથા એકટીવા સ્કુટર-૦૧ કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.

આમ,વરતેજ પોલીસ સ્ટેશનનાં ઉપરોકત ગુન્હાનાં આરોપીઓને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફનાં પુથ્વીરાજસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળાઘ ભહિપાલસિંહ ચુડાસમા, કેવલભાઇ સાંગા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:57 am IST)