Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કચ્છના દરિયાકાંઠે પર્યાવરણને નુકશાન : આઇએફસી વિરૂદ્ધ અમેરિકા સુપ્રિમમાં કેસ

અમદાવાદ, તા. ૧ર : કચ્છના દરિયાકાંઠે માછીમારોને અને પર્યાવરણને નુકશાન કરવા બદલ વર્લ્ડ બેન્કની પેટા સંસ્થા 'ઇન્ટરનેશનલ ફાઇનાન્સિઅલ કોપોૃરેશન કઆઇએફસી)' વિરૂદ્ધ અમેરિકાની સુપ્રીમ કોટૃમાં કેસ થયો છે. મે મહિના દરમિયાન જ તેની સુનાવણી ચાલી રહી છે. કચ્છ સ્થિત 'માછીમાર અધિકાર  સંઘર્ષ સંગઠન (એમએએસએસ-માસ)' અને અમેરિકા સ્થિત અર્થરાઇટસ ઇન્ટરનેશનલ (ઇઆરઆઇ) નામની વિશ્વભરમાં જમીન અને પર્યાવરણના હકકો માટે કામ કરતી સંસ્થાએ મળીને આ કેસ કર્યો છે.

તાતા ગ્રુપની પેટા કંપની કોસ્ટલ ગુજરાત પાવર પ્લાન્ટ લિમિટેડ કચ્છના મુન્દ્ર રાખતે આવેલી છે. થર્મલપાવર (કોલસા આધારીત) આ ૪૧પ૦ મેગાવોટના પ્લાન્ટ માટે આઇએફસીએ ર૦૦૮માં ૪પ કરોડ ડોલરની લોન મંજૂર કરી હતી. એ પછી પ્લાન્ટ ધમધમતો થયો હતો. લોન આપ્યા પછી વર્લ્ડ બેન્કના નિયમ પ્રમાણે ઓડિટ થયું હતું. વર્લ્ડ બેન્કના તમામ પ્રોજકેટનું ઓડિટ કોમ્પ્લિએન્સ એડવાઇઝર ઓમ્બડઝમેન (સીએઓ) દ્વારા થતું હોય છે. આ ઓડિટમાં ખબર પડી કે કોસ્ટલ પ્લાન્ટે પર્યાવરણીય કાયદાનો ભંગ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે પ્રોજેકટને કારણે સ્થાનિક પર્યાવરણને નુકસાન થયું હતું. નિયમ પ્રમાણે પાવર પ્લાન્ટે અહીં પાણી દરિયામાં ભળતા પહેલા ઠંડુ થાય એવી સિસ્ટમ્સ ગોઠવવાની હતી, પરંતુ એ સિસ્ટમ્સ ઓઠવાઇ ન હતી. પ્લાન્ટનું પાણી સીધુ જ દરિયામાં જવાથી સમુદ્રી પાણીનું તાપમાન વધ્યું હતું તેના કારણે અહીં અનેક માછલીઓએ વિસ્તારથી દૂર જતી રહી હતી. જે માછલી એ વિસ્તારમાં રહી તેમની પ્રજનનક્ષમતા પણ ઘટી ગઇ હતી. ર૦૧૧માં સૌથી પહેલા માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠને પ્લાન્ટના પાણી મુદે ફરીયાદ કરી હતી. એ પછી વર્લ્ડ બેન્ક દ્વારા તપાસ થતાં તેમાં ગરબડ મળી આવી હતી એ પછી ઇઆરઆઇ પણ આ પર્યાવરણ સંરક્ષણ ઝુંબેશમાં જોડાઇ હતી. માસના ભારત પટેલે જણાવ્યું હતું કે વર્લ્ડ બેન્ક ઉપરાંત એશિયન ડેલપમેન્ટ બેન્કે પણ આ પ્રોજેકટને ફંડ આપ્યું હતું, માટે અમે તેનેય ફરીયાદ કરી છે. કેમ કે પ્લાન્ટના આગમન પછી ૬ ગામના સેંકડો માછીમારોની રોજગારી છીનવાઇ ગઇ છે. વધુમાં પ્લાન્ટના બાંધકામથી દરિયાકાંઠે ઉગેલા મેન્ગ્રોવ્સ અને કુદરતી રીતે રચાતા રેતીના ઢૂવા નષ્ટ થયા છે.

માછલીઓની અછતને કારણે આ કાંઠા પર આધારીત માછીમારોની રોજગારી પર વિપરિત અસર થઇ હતી. સાથે સાથે માછલીઓની વસતી ઓછી થવાથી દરિયાઇ પર્યાવરણને પણ નુકશાન થયું હતું. અનેક માછીમારોએ એ પરિવર્તન પછી વધુ જોખમી દરિયામાં માછલી પકડવા જવું પડતું હતું. તો વળી કેટલાક માછીમારોને મજબૂરીમાં બીજી મજૂરી શોધવી પડી હતી. એ રીતે આઇએફસી દ્વારા અપાયેલી લોનને કારણે અહીંના માછીમારો અને પર્યાવરણને નુકસાન થયું છે. માટે આઇઆરઆઇએ વર્લ્ડ બેન્કને તેની બેદરકારી બદલ અમેરિકાની કોર્ટમાં ઉભી કરી દીધી છે.

(11:56 am IST)