Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ભાવનગરઃ પાસના નેતા હાર્દિક પટેલે બાંભણીયા બ્લડ બેંકની મુલાકાત લીધી

અહિંની બાંભણીયા બ્લડ બેંકની શુભેચ્છા મુલાકાતે પાસના નેતા હાર્દિક પટેલ આવેલ તે પ્રસંગની તસ્વીરમાં બેંકના ચેરમેન પ્રભુદાસ બાંભણીયા, ડો.મીસ્ત્રી, એકઝીકયુટીવ રીટા મેકવાને સ્વાગત કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર - વિપુલ હિરાણી)

ભાવનગર તા.૧રઃ પાસના નેતા અને પાટીદાર સમાજનાં ક્રાન્તીકારી યુવા આગેવાન હાર્દિક પટેલ તાજેતરમાં ભાવનગરની સેવાભાવી સંસ્થા બાંભણીયા બ્લડ બેંકની શુભેચ્છા મુલાકાતે આવેલ. બ્લડ બેંક પરિવાર ટ્રસ્ટના ચેરમેન પ્રભુભાઇ બાંભણીયા, સંસ્થાનાં ટ્રસ્ટી એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ડાભી, મેડીકલ ડાયરેકટર ડો. મીસ્ત્રી, સંસ્થાનાં એકઝીકયુટીવ કુ. રીટા મેકવાન દ્વારા હાર્દિક પટેલનું વિશિષ્ટ સન્માન કરેલ. સાથો સાથ તખ્તેશ્વર મઢુલી ગ્રુપના સેવકો સર્વશ્રી જીતુભા, નટુભા, એસ. આર. ગોહિલત અને ચિત્ર-ફુલસર વોર્ડનાં પ્રમુખ બાલાભાઇ પરમાર દ્વારા પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે કેશુભાઇ ભગત (મોટા સુરકા), નરેશભાઇ ડાંખરા અને તેમની સાથેની સમગ્ર ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પટેલ અને તેમની સમગ્ર ટીમે બાંભણીયા બ્લડ બેંકનાં વિવિધ ડીપાર્ટમેન્ટની મુલાકાત લઇ જાણકારી મેળવી પ્રશંસા વ્યકત કરી ટ્રસ્ટી મંડળ તેમજ મેડીકલ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.

સંસ્થાના ચેરમેન બાંભણીયાએ સૌનો આભાર માન્યો હતો તેમજ  ધર્મેન્દ્રભાઇ ડાભી અને મેડીકલ ડાયરેકટર ડો.મીસ્ત્રીએ સંસ્થાની કાર્યપધ્ધતિ અને ટેકનીકલ બાબતોની જાણકારી આપી હતી.

(11:55 am IST)