Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

અંજારના અજાપરમાં રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષ દ્વારા તળાવનું ખાતમૂહુંત

ભુજ, તા.૧૨: અંજાર તાલુકાના અજાપર ગામે જિલ્લા સિંચાઇ તેમજ વેલસ્પન ફાઉન્ડેશનના સંયુકત ખર્ચે નિર્મિત નવા જળાશયનું શાસ્ત્રોકતવિધિએ ખાતમુહૂર્ત કરતા રાષ્ટ્રીય લધુમતી પંચના સદસ્ય સુનિલભાઇ સિંધીએ દેશના દિર્ધદષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ સંવેદનશીલ ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સમયોચિત આયોજનને બિરદાવ્યું હતું.

અતિથીનું સ્વાગત પીઢ અગ્રણી નારાણભાઇ ચૈયાએ કર્યુ હતું. આભારદર્શન અગ્રણી બાબુભાઇ આગેવાને અને કાર્યક્રમનું સંચાલન કાના શેઠે કર્યુ હતું. બાદ રાષ્ટ્રીય લધુમતી કમીશનના સદસ્ય સીંધીએ અંજાર તાલુકાના અગ્રણીઓ સાથે નાની નાગલપુર ખાતે તળાવને ઉંડુ કરવના કામની મુલાકાત લઇ ગ્રામજનો, અગ્રણીઓ પાસેથી સૂચનો મેળવ્યા હતા.

આ પ્રસંગે અંજાર એપીએમસીના અધ્યક્ષશ્રી વેલાભાઇ ઝરુ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી નરેશ મહેશ્વરી, સરહદ ડેરીના  વલમજીભાઇ હુંબલ, અંજાર તાલુકા ભાજપા પ્રમુખ શંભુભાઇ આહિર, યુવા ભાજપાના રણછોડભાઇ આહિર, ભાજપા મંત્રી કાના શેઠ, મશરૂભાઇ રબારી, અજાપર સરપંચ ધનજીભાઇ, નાગલપુર સરપંચ ટાંક, વેલસ્પનના રૂચીબેન જાડેજા તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(11:54 am IST)