Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

જીલ્લા કલેકટર ભૂજ રેમ્યા મોહન કહે છે કે

ઓપન હાઉસમાં કલેકટર કર્ચરી લગત ઘણી કામગીરી સમાવવાના પ્રયાસો કર્યા

ભુજ, તા.૧૨: જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ ઓપન હાઉસ, સીટીઝનશીપ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી બોલતા  કલેકટર રેમ્યા મોહને ઓપન હાઉસ, ફોરમમાં કલેકટરને લગતી દ્યણી કામગીરીઓ સમાવવાના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યાનું જણાવ્યું હતું. તેમણે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સોઢા તેમજ અન્ય પરિવારોને સીટીઝનશીપ આપવામાં ઉદાર મન અપનાવાયું છે અને સબંધિત સર્વેને નાગરિકતા પ્રદાન કરવા માટે હદયની ઉષ્માથી અભિનંદનો પાઠવ્યા હતા.

     તેમણે કુલ ૯૭ અરજદારોને સીટીઝનશીપ, મીઠાના અગરના રીન્યુઅલ ઓર્ડર, વારસાઇ માપણી વધારો, નવી શરતની જુની શરત ફેરવવાના તથા અન્ય મંજુરી પત્રો એનાયત કર્યા હતા.

આ પ્રસંગ વડીલ સોઢાશ્રી રામસિંહજી રાણસિંહજીએ પ્રતિભાવમાં કેન્દ્ર, રાજય સરકારનો આભાર માનતા વિલંબીત પ્રક્રિયામાં સવિશેષ ઝડપ આણવા પર ભાર મુકયો હતો.પ્રારંભમાં ઉપસ્થિતોને આવકાર, ફોરમનો હેતુ અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલે પાઠવ્યો હતો. આયોજન વ્યવસ્થા માટે શ્રી ગણાત્રા, પંડયા,  ઠાકર તેમજ વ્યાસજી અને અજીતસિંહ જાડેજાએ વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે ભાડા પૂર્વ અધ્યક્ષ કિરીટભાઇ સોમપુરા, ભુજ પ્રાંત  રવિન્દ્રસિંહ જાડેજા, સ્ટેટ કાર્યપાલક  શાહ, ચીટનીશ તથા ઉધોગગૃહના પ્રતિનિધિઓ, સીટીઝનશીપના લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:04 pm IST)