Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં

સુરત સ્થિત ઉદ્યોગપતિ હકુભાઇએ સ્વખર્ચે કામગીરી ઉપાડી લીધી

સાવરકુંડલા તા ૧૨: તાજેતરમાં ગુજરાત સરકારે સુજલામ સેફલામ જળસંચય અભિયાન ચાલુ કર્યુ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામનાં સુરત વસ્તા યુવા ઉદ્યોગપતિ હકુભાઇ બાળવા એ  પીઠવડી અને નાના જીજુંડા ગામ આસપાસ આવેલ ડેમ અને ચેક ડેમો ઉંડા ઉતારવાનો નીર્ણય કરી ગ્રામજનો ને જાણ કરી ગામના સરપંચ ભોતિકભાઇ સુહાણીયા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કોંગી અગ્રણી રાઘવભાઇ સાવલીયા ને સાથે રાખી ભાજપી વીચારધારા ધરાવતા હકુભાઇ બાળવાએ પોતાના વતન નાં વીસેક જેટલા ચેક ડેમો અને મોટા જીંજુડા ગામે આવેલ એક ડેમનો કાંપ દુર કરવાની કામગીરી હાથ ધરી છે.

સરકારે સુજલામ સુફલામ જળસંચય યોજના તળે પચાસ ટકા રકમ ગ્રામજનો અને પચાસ ટકા રકમ સરકારની સહાય આપવાની જાહેર કરી છે. પરંતુ વતન પ્રેમી ઉદ્યોગપતિ હકુભાઇ બાળવાએ સરકારી પ્રક્રિયામાં સમય વેડફવાને બદલે પોતાના ખર્ચે તમામ ચેકડેમો ઉંડા ઉતારવની કામગીરી હાથ ધરી છે.

આગામી ચોમાસા પહેલા તમામ ચેક ડેમો ઉંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરી ગામનું પાણી ગામમાં સગ્રહીત થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા છે. અત્રેે ઉલેખનીય છે કે વર્ષો પહેલા પીઠવડી ગામના બાળકોને પ્રથમિક શિક્ષણ પુરૂ કર્યા પછી માધ્યમિક શિક્ષણ માટે ચાર ગામ અપ-ડાઉન કરવુ પડતુ હતુ.

વિદ્યાર્થીઓની અપ-ડાઉન મુશ્કેલી દુર કરવા આજ થી ત્રીસ વર્ષ પહેલા પણ પોતાના વતન પીઠવડી ખાતે હોવાળીબા હાઇસ્કૂલ ચાલુ કરવામાં આવી છે આમ સુરત સ્થિત ઉદ્યોગપતિ દ્વારા પોતાના પીઠવડી ગામની શૈક્ષણિક સેવાકિય પ્રવૃતિઓ પક્ષા પક્ષીયથી દુર રહી કરવામાં આવે છે. જેને ગમજનો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે.

(11:49 am IST)