Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ઓખા-પાલિતાણા-ભાવનગર ટ્રેનનું એન્જીન કાનાલૂસમાં ફેઈલ

મુસાફરો ૨ કલાક રખડી પડયા !!

ખંભાળીયા, તા. ૧૨ :. ઓખાથી પાલિતાણા થઈને ભાવનગર જતી લોકલ ટ્રેન ગઈકાલે ખંભાળિયા ૫.૨૦ના બદલે ૪૦ મીનીટ મોડી ૬ વાગ્યે આવેલી. ડીઝલ એન્જીન નબળુ હોય ડયુકડયુક કરતી આ ટ્રેન પોણા સાત વાગ્યે કાનાલુસ પહોંચી ત્યાં તેનુ એન્જીન બગડી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

એન્જીન ઉપલબ્ધ ન હોય છેક હાપાથી અન્ય ટ્રેન-માલગાડીના એન્જીનને કાનાલૂસ લાવીને આ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

ખંભાળિયાથી ૬ વાગ્યાના બેઠેલા મુસાફરો ત્રણ-સવા ત્રણ કલાકે જામનગર પહોંચ્યા હતા. જેથી નાના બાળકો અને કુટુંબવાળા હેરાન થઈ ગયા હતા તો કાનાલૂસ જેવા નાનકડા સ્ટેશને ટ્રેન બે કલાક પડી રહી હતી તેથી પણ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

(11:44 am IST)