Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

હળવદના ટીકરની નદીમાં માછલીઓના ઝેરી અસરથી ટપોટપ મોત થતા અરેરાટી

વઢવાણ-હળવદ, તા. ૧૨ :. તાલુકાના ટીકર ગામ પાસેથી બ્રાહ્મણી નદી પસાર થાય છે. આ નદીમાં અસંખ્ય માછલીઓ રહે છે પરંતુ આજે નદીમાં રહેલી કેટલીયે માછલીઓ ટપોટપ મરી ગયેલી સ્થિતિમાં કિનારે આવી હતી. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને કોઈ હરામખોર તત્વો દ્વારા નદીના પાણીમાં ઝેરી દવા કે કોઈ પદાર્થ નાખેલ હોવો જોઈએ.

આ બાબતે મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલે ઉંડી તપાસ કરીને દોષીતો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

આ પ્રકારની હરકતથી પશુપાલકોમાં પણ ભયની લાગણી પ્રસરી ગઈ છે કારણ કે પશુ પણ આ નદીમાં પાણી પીવે છે. વધુ પ્રમાણમા દવા હોય તો પશુઓના પણ મોત થઈ શકે છે. આથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

જીલ્લા પંચાયતના સદસ્ય ધર્મેશભાઈ પટેલને પુછતા તેવોએ જણાવેલ કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અમારા ગામની નદીમાં દાણા નાખી માછલીઓના મોત નિપજાવ્યા તેઓને ફોરેસ્ટ વિભાગ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરે અને અજાણ્યા શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરે તેમ જણાવેલ હતું. ઘટનાની જાણ થતા ટીકા ફોરેસ્ટર પી.જી. ગોસ્વામી, ડો. નાયકપરા, ફીશ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પાણીના સેમ્પલ તથા માછલીને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવી છે રીપોર્ટ બાદ માછલીઓનું મોતનુ કારણ જાણવા મળશે. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા.

(11:41 am IST)