Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ભાવનગરમાં કોળી સમાજ વિરૂધ્‍ધ સોશ્‍યલ મિડીયામા અશ્‍લિલ ઉચ્‍ચારણ કરનાર સગીર સહિત ૩ ઝડપાયા

ભાવનગરઃ ભાવનગરમાં કોળી સમાજની બેન-દિકરીઓ વિરૂધ્‍ધ અશ્‍લિલ ઉચ્‍ચારણ કરતો વીડીયો બનાવી તેને સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરાતા કોળી સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ અંગે જીલ્લા પોલીસ વડાને રજુઆત કરાઇ હતી. દરમ્‍યાન પોલીસે આ વીડીયો કલીપ વાયરલ કરનાર એક સગીર સહિત ત્રણને ઝડપી લીધા છે.

ભાવનગરમાં ચકચાર મચાવનાર અને કોળી સમાજમાં રોષની લાગણી ફેલાવનાર આ અંગેની વિગતો એવી છે કે તાજેતરમાં ભાવનગ નજીકના ગામે રહેતા એક માલધારી સમાજના સગીર દ્વારા કોળી સમાજની બેન દિકરીઓ વિરૂધ્‍ધ અશ્‍લીલ ઉચ્‍ચારણ કરતો વિડીયો બનાવી તેને સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરતા કોળી સમાજની લાગણી દુભાતા આ અંગે એસપીને રજુઆત કરાતા આ બનાવની તપાસ એલસીબી અને એસઓજીની ટીમને સોપાઇ હતી.

પોલીસે આ અંગેની ગંભીરતા સમજી આ વીડીયો બનાવી વાયરલ કરનારા એક સીગર તથા હરેશ ઉર્ફે મોટીયો સામંત ડાંગર રહે કરદેજ તથા શૈલેષભાઇ  મકવાણાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:26 pm IST)