Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ગાંધીધામ હેડ કોન્સ્ટેબલને 2500ની લાંચ કેસમાં ત્રણ વર્ષની સખત કેદની સજા :10 હજારનો દંડ

કબ્જે કરાયેલ મોટર સાયકલ છોડાવવાની કાર્યવાહી કરવા લાંચ માંગી હતી

ભુજ :પૂર્વ કચ્છમાં આવેલા ગાંધીધામમાં પોલીસ હેડ કોન્સ્ટેબલને 2500ની લાંચ કેસમાં કોર્ટે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

  કેસમાં એક ફરીયાદીએ લાંચ રૂશ્વત વિરોધી શાખ સમક્ષ 2003ના વર્ષમાં હકિકત લખાવેલી કે, પોતાની વિરુધ્ ગાંધીધામ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એમ.વી.એકટ કલમ ૧૮૫ હેઠળ દાખલ થયેલા ગુનામાં મોટર સાયકલ મુદામાલ તરીકે કબજે કરવામાં આવેલુ છે, જે ગુનાની તપાસ ભૂપેન્દ્રસિંહ લાખુભા રાણા, હેડ કોન્સ્ટેબલ, ગાંધીધામ ( ડીવીઝન પોલીસ સ્ટેશન) ચલાવતા હતા. કબજે થયેલું મોટર સાયકલ છોડાવવાની કાર્યવાહી કરી આપી પરત સોંપવા માટે રાણાએ તેમની પાસે રકઝકના અંતે.૨૫૦૦/- ની લાંચ પેટે માંગણી કરી, આપી જવાનો વાયદો કરેલો હતો.

  ફરિયાદીની ઉપરોકત ફરિયાદ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર (કચ્ પૂર્વ .સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીધામ) દ્વારા જાન્યુઆરી, 2013ના રોજ ગાંધીધામ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસે ૨૫૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ જતા કચ્ (પૂર્વ) .સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    ડી.પી.સુડાસમા, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજય, અમદાવાદની યાદીમાં જણાવ્યા  મુજબ આરોપી વિરુધ્ પુરતા પુરાવા સાથે ચાર્જશીટ ભરી સેસન્ કોર્ટ ગાંધીધામમાં મોકલવામાં આવ્યુ હતુ. કેસમાં ગાંધીધામની કોર્ટે આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ની કલમ- મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦/- દંડની સજા કરી હતી. અને જો દંડ ભરે તો વધુ માસની સખત કેદની સજા સંભળાવી હતી 

(12:29 am IST)