Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જૂના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય ભારતી બાપુ બ્રહ્મલીન થતા લુહાર સમાજમાં ભારે શોક : સમગ્ર ભારતના લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજ એ ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન ભાઈ મોદી ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે શોક સંદેશો પાઠવી દુઃખ વ્યક્ત કર્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જૂના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુનું  બ્રહ્મલીન હતા સમગ્ર વિશ્વકર્મા સમાજ લુહાર  પંચાલ સમાજ. માં ઘેરા શોકની લાગણી ફેલાણી છે
         આ સમયે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થતાં સમગ્ર ભારત દેશમાં નહીં પણ વિશ્વભરમાં તેમના અનુયાયીઓ હતા અને ખાસ કરીને બાપુએ લુહાર પંચાલ  વિશ્વકર્મા સમાજ માટે ખૂબ જ મોટા આશીર્વાદ આપ્યા હતા અને બાપુની પ્રેરણાથી સમાજનો વિકાસ પણ થયો હતો ત્યારે તેઓને આ સમયે કેમ ભૂલી શકે તે હેતુથી સબંધ ભારતમાં વર્ષમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
તેઓના બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરતાં શ્રદ્ધાળુ-સેવકગણમાં શોકની લાગણી ફરી વળી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ધર્મક્ષેત્રના અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
          જૂના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુને તા.6 એપ્રિલના રોજ અમદાવાદની નાદુરસ્ત તબિયતને કારણે પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેઓએ 11મી એપ્રિલે, સવારે 2.30 વાગ્યે બ્રહ્મલીન થયા હતા. પૂજ્ય ભારતી બાપુની અંતિમ ઈચ્છા મુજબ તેઓની સમાધિ ભારતી આશ્રમ, જૂનાગઢ ખાતે આપવામાં આવી હતી. જ્યારે પૂજ્ય ભારતી બાપુએ અગાઉથી જ પોતાના ઉત્તરાધિકારી નિમ્યા હતા જે અંતર્ગત ભારતી આશ્રમ, જૂનાગઢ ખાતે શ્રીમહંત હરિહરાનંદ ભારતી બાપુ અને લઘુમહંત મહાદેવભારતીને અને ભારતી આશ્રમ-અમદાવાદ ખાતે મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી બાપુ, વેદાંતાચાર્ય લઘુમહંત ઋષિ ભારતીજીને જવાબદારી સોંપી હતી. જ્યારે લંબેનારાયણ આશ્રમ, સનાથલ ખાતે વેદાંતાચાર્ય લઘુમહંત ઋષિભારતીજી જવાબદારી સંભાળી રહ્યાં છે.
            પૂછ્યા મહામંડલેશ્વર  ભારતીબાપુ નો જન્મ વર્ષ-1930માં થયો હતો અને માત્ર 27 વર્ષની વયે, વર્ષ-1957માં પૂજ્ય અવંતિકાભારતી બાપુની નિશ્રામાં તેમણે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓએ ગૌસેવા, સનાતન સંસ્કૃતિની રક્ષા, અયોધ્યા રામમંદિર સહિતનાં કાર્યોમાં હંમેશા પોતાનું યોગદાન આપ્યું હતું. નર્મદા કિનારે પણ તેઓએ વિશિષ્ટ સાધના-ઉપાસના કરી હતી. ખાસ કરીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થાય તે માટે તેઓ અંતિમ શ્વાસ સુધી કાર્યરત્ રહ્યા હતા.
પૂજ્ય ભારતી બાપુના બ્રહ્મલીન થયાથી સમગ્ર સાધુ સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
     સમગ્ર સેવક સમુદાય માં ભારે શોક છવાઈ ગયો છે તેમજ ભવનાથ ખાતે સાધુ સમાજમાં પણ ભારે શોક છવાઈ ગયો હતો આશાપુરા બહાર સમાજના યાત્રાધામ ગણાતા દેવતણખી ધામ મજેવડી સતી લોયાણધામ આટકોટ મહાત્મા મુળદાસજી અમરેલી તેમજ સમગ્ર ભારત વર્ષમાં લુહાર પંચાલ અને વિશ્વકર્મા સમાજના ધર્મસ્થાનો છે તે તમામ ધર્મ સ્થાનો ઉપર પૂજ્ય મહામંડલેશ્વર બ્રહ્મલીન ભારતી બાપુ ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
      આ સાથે લુહાર સમાજ ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી રાજકોટ દાસ કાકા પિત્રોડા અમદાવાદ રમેશભાઇ વાઘેલા કચ્છ ભુજ શાંતિલાલ  ગોહિલ  જુનાગઢ મજેવડી બાબુભાઈ પરમાર કાતરવાલા સુરત દુર્લભજીભાઈ મકવાણા માંડવી કચ્છ જયંતીભાઈ પરમાર ચોટીલા ધામ  ચામુંડા પ્રવીણભાઈ પરમાર ચોટીલા ધામ ચામુંડા રાજુભાઈ પિત્રોડા ગોંડલ જે પી રાઠોડ જસદણ આટકોટ જયંતીભાઈ ડોડીયા અમરેલી વલ્લભભાઈ પરમાર સુરત અશ્વિનભાઈ ચૌહાણ  અમદાવાદ  પિયુષભાઈ લુહાર  મહુવા  ભરતભાઈ  રાઠોડ  ભાવનગર  પરેશભાઈ દાવડા  રાજકોટ કાલુ રામજી રાજસ્થાન કાંતિભાઈ કારેલીયા રાજુભાઈ દાવડા વેરાવળ સોમનાથ વિગેરે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
       તસવીર બ્રહ્મલીન  ભારતી બાપુ સાથે લુહાર સમાજ ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ નિરમા કંપનીના દાસકાકા પિત્રોડા શાંતિભાઈ ગોહિલ રાજુભાઈ પિત્રોડા જે.પી રાઠોડ વિગેરે સાથે યાદગાર તસ્વીરો સંભારણુ

(7:19 pm IST)