Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કચ્છ અને જામનગર પંથકમાં ભુકંપના હળવા આંચકા

૩.ર અને ર.રની તિવ્રતાથી ધરા ધ્રુજીઃ કચ્છમાં હળવા આંચકા યથાવત રહેતા લોકોમાં ચિંતા

રાજકોટ, તા., ૧૨: કચ્છ અને જામનગર જીલ્લામાં આજે સવારથી બપોર સુધીમાં ભુકંપના ૩ આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે વ્હેલી સવારે ૪.૩૮ વાગ્યે કચ્છના દુધઇથી ૧પ કી.મી. દુર બેની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ સવારે ૯.ર૭ વાગ્યે જામનગરથી ૩૪ કી.મી. દુર પુર્વ દિશા તરફ ર.ર ની તિવ્રતાનો  ભુકંપનો આંચકો અનુભવાયો હતો.

જયારે આજે બપોરે ૧.૦૪ વાગ્યે કચ્છના ભચાઉથી ૯ કી.મી.દુર દક્ષિણ દિશા તરફ ૩.રની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છમાં હળવા ભુકંપના આંચકા યથાવત રહેતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

(4:22 pm IST)