Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

અમરેલી લોહાણા સમાજના અગ્રણી જયસુખભાઇ પોપટનું કોરોનાના કારણે ઓકિસજન ઘટી જતા મૃત્યુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૨: અમરેલી નિવાસી લોહાણા સમાજના અગ્રણી જયસુખભાઇ ભગવાનજી પોપટ (ઉ.વ.૭૨) (પ્રમુખશ્રી લોહાણા ગેસ્ટ હાઉસ) તથા શ્રી રામ બિલ્ડર્સવાળા તે પ્રવિણભાઇ (દાસભાઇ) તથા દિનેશભાઇ (જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ) તથા બિપીનભાઇ તેમજ સુરેશભાઇ અને શૈલેષભાઇ (નોટરી) ના મોટાભાઇ તેમજ ડો.દિવ્યેશ પોપટ અને પરાગ પોપટના પિતાજી સાકેતધામ પામેલ છે. સદગતની અંતિમયાત્રા આજે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.

કોરોના મહામારીમાં ઓકિસજન ઘટી જતા મૃત્યુ થયેલ છે.

(4:21 pm IST)
  • કલેકટરના પીઍ જીતેન્દ્ર કોટક અને તેમના આખા પરિવારને કોરોના વળગ્યો : મહેકમના કારકૂન બકોતરા પણ કોરોનાગ્રસ્ત : આખી કચેરીમાં ફફડાટ : આજથી તા. ૩૦ સુધી તમામ જનસેવા કેન્દ્ર અને પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા કલેકટરનો આદેશ : સમરસ હોસ્ટેલમાં ફોન અને કન્ટ્રોલ રૂમ માટે શિક્ષકોને ડ્યુટી : વધુ ૩ સ્થળે ૧૨૫ બેડ વધારાયા access_time 12:10 pm IST

  • કોવિશીલ્ડ રસીથી દેશમાં અત્યાર સુધીમાં બ્લડ કલોટીંગના ૩ર૦ કેસો હોવાની આશંકા : વેલ્લોર મેડીકલ કોલેજના પ્રોફેસર ગગનદીપ access_time 1:55 pm IST

  • મહારાષ્‍ટ્રમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા મુલત્‍વી રહી : વિદ્યાર્થીઓનું આરોગ્‍ય એ જ અમારી પ્રાથમિકતા : મહારાષ્‍ટ્ર સ્‍ટેટ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ કોવિડ મહામારીના પ્રકોપને લઈને ઉદ્ધવ ઠાકરે સરકારે મુલત્‍વી રાખી : કહ્યુ કે તમારૂ આરોગ્‍ય એ જ અમારી સર્વોચ્‍ચ પ્રાથમિકતા access_time 5:04 pm IST