Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ફલ્લામાં અઠવાડીયુ સ્વૈચ્છીક લોકડાઉન

ર ના મોત અને કોરોના કેસ વધતા તંત્રનો નિર્ણય

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા, તા., ૧રઃ  જામનગર તાલુકાના ફલ્લા ગામે કોરોના કહેરની બીજી લહેર ઘાતક સાબીત થતા અને એકટીવ કેસોમાં ઝડપી વધારો થતા સોમવારથી સોમવાર સુધી આઠ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા આઠ દિવસમાં બેના મોત થતા એકટીવ કેસોમાં વધારો થતા ફલ્લા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા આરોગ્ય અધિકારી મણવર, મદદનીશ કલેકટર, ટી.ડી.ઓ. જીલ્લા પંચાયતના સદસ્ય કમલેશ ધમસાણીયા, સરપંચ લલીતાબેન ધમસાણીયા તથા ગામના આગેવાનો સાથે મીટીંગ કરી કોરોનાને આગળ વધતો રોકવા માટે આઠ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તા.૧ર-૪-ર૧ થી શરૂ થનારૂ લોકડાઉન તા.૧૯-૪-ર૧ સુધી ચાલશે. જેમાં દુધની ડેરી, લોટ દળવાનું મીલ, દવાખાના તથા મેડીકલ સ્ટોર સિવાય તમામ ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામ તમામ લોકોએ આઠ દિવસનું રાશન તથા શાકભાજી લેવા માટે નીકળી પડયા હતા. ગામમાં સરપંચ લલીતાબેનની સુચનાથી ગામમાં વાહનમાં માઇક ફેરવીને જાહેરાત કરવામાં આવી હતી.

(1:34 pm IST)