Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

દ્વારકામાં ઘુસી આવેલા દિપડો પાંજરે પુરાઇ ગયો

દ્વારકા, તા. ૧ર : યાત્રાધામ દ્વારકામાંથી મધ્ય રાત્રિ ના બે વાગ્યે એરફોસઁ રહેણાક વિસ્તાર માંથી દીપડો પાંજરે પુરાયો.ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દિપડાને પાંજરે પુરવા રાત્રીના સમયે ખડેપગે રહ્યા હતા.

 ફોરેસ્ટ વિભાગ પ્રસસનિય કામગીરી. થી દ્વારકાવાસીઓને ડર નો માહોલ ખતમ થયો.

દ્વારકાના એરફોર્સ સ્ટેશન અંદર ગઈ કાલે દીપડા ની લટાર સીસીટીવી માં કેદ થઈ હતી બાદમાં વનવિભાગ ને એરફોર્સ ના અધિકારી દ્વારા જાણ કરાઈ હતી.

વનવિભાગ દ્વારા એરફોર્સ સ્ટેશન ખાતે મુકવામાં આવેલ ૨ પાંજરા માં દીપડો પાંજરે પૂરતા વનવિભાગને સફળતા મળી હતી.

વનવિભાગ દ્વારા પોરબંદર ના બરડા ડુંગર ખાતે મેડિકલ સારવાર કરી ચિપ લગાવી દીપડા ને મુકત કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(1:33 pm IST)