Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

બાબરા અને તાલુકામાં કોરોના એ કાળો કહેર વર્તાવ્યો બે દિવસમાં ૬ ના મોત તંત્ર કેસ ના આંકડા છૂપાવે છે ?

(દિપક કનૈયા બાબરા દ્વારા) બાબરા, તા. ૧ર :  બાબરા શહેર અને તાલુકા ના ગામો મા કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે બે દિવસ મા છ લોકો ના મોત  થયા છે કોરોનાથી  હાહાકાર મચાવ્યો છે તાલુકાના કરીયાણા ગામે એકજ પરિવારના ત્રણ સગા ભાઇઓ ને કોરોના થતા  બે સગા ભાઇઓ ના મોત થયા છે કોળી પરિવાર પર આભ ફાટ્યું છે.

હજુ એક વ્યકિત સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બાબરા શહેર માં પણ બે વેપારી આગેવાન અને એક મહિનાનું કોરોના થી મોત થયું છે અમુક કીસાઓ માં વેકસીન લીધા બાદ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત થયા નું પણ બહાર આવ્યું છે બાબરા તાલુકાના છેલ્લા એકાદ અઠવાડિયામાં મોટા પાયે કેસ આવ્યા છે.

શહેરમાં પણ અનેક કેસ એકટીવ છે પણ તંત્ર માત્ર ગણીયા ગાંઠીયા કેસ બતાવે છે બાબરા શહેર અને તાલુકામાં  પાંચ ના મોત થતાં લોકોમાં ભયનુ વાતાવરણ છવાયું છે લોકો ઘરની બહાર નીકળવા નુ ટાળ્યું છે પણ હજુ અણસમજુ લોકો બેરોકટોક માસ્ક પહેર્યા વગરના ફરે છે આજથી બાબરા શહેરની બે વેપારીઓ ની અંલગ અંલગ સંસ્થા ઓ વેપારી મહામંડળ દ્વારા સવારે આઠ વાગ્યાથી બપોરે ના બે વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સવારે આઠ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

મોટા ભાગના લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા જો લોક ડાઉન આપવા આવે કડકાઈ સાથે તોજ આ મોત નુ તાંડવ રોકાઇ એમ છે કોરોના એ અનેક લોકો ના ઘર વેર વિખેર કરી નાખ્યાં છે  લોકોનું કહેવું છે કે જો જીવતા રહેશુનો ધંધો કરશુ સરકાર લોક ડાઉન કરે એવી માંગ ઉઠવા પામી છે.

(1:31 pm IST)