Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મોરબી : પ્રેમી સાથે ભાગી ગયેલ તરૂણીને માતાએ પકડી પાડી તો આત્મહત્યાનો પ્રયાસ કર્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : પ્રેમની કોઈ ઉમર નથી હોતી તે જ રીતે મોરબીમાં અપરિપકવ ઉંમરે તરૂણને તરુણી સાથે પ્રેમ થયો હોય અને બાદમાં તરુણી ઘર છોડીને જતી રહેતા માતાએ પીછો કરતા આપધાત કરવાનો પ્રયાસ કર્યો હોય દરમિયાન ૧૮૧ ની ટીમે દોડી જઈને તરૂણીને યોગ્ય માર્ગદર્શન આપી નવજીવન આપ્યું હતું.

૧૮૧ અભયમની ટીમને એક ગભરાયેલા માતાનો કોલ આવ્યો હતો કે મારી દીકરી સતત આપઘાત કરવાના વિચારો કરી રહી છે. જેથી કાઉન્સિલર પલ્લવીબેન વાઘેલા અને કોન્સ્ટેબલ વિલાસબેન સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર હકીકત જાણી હતી. દરમિયાન તરૂણી એક તરૂણના પ્રેમમાં હોય જેથી માતાને ખબર પડતા તેને સમજાવી હતીકે આ પ્રેમ કરવાની ઉમર નથી બાદમાં તરૂણી પ્રેમી સાથે ભાગી હતી અને તેની માતાએ પીછો કરીને તેને પકડી પાડી હતી.પરંતુ તરૂણી આત્મહત્યા કરવાના પ્રયાસો કરવા લાગતા તેણીની માતાએ ૧૮૧ ટીમનો સહારો લીધો હતો અને ૧૮૧ ટીમે સ્થળ પર પહોચીને આ ઉંમર પ્રેમ કરવાની નહિ સારો અભ્યાસ કરી કેરિયર બનાવવાની હોવાનું જણાવી તરૂણીના મનમાંથી પ્રેમનું ભૂત ઉતારીને તરૂણી પણ સાચી સ્થિતિ સ્વીકારી મનમાંથી આપઘાતનો વિચાર કાઢ્યો હતો.

તરૂણીને પિતાની છત્રછાયા પણ નથી અને ભાઈનો સહારો પણ નથી ઉપરાંત ચાર બહેનો હોય માતા ઉપર આવી પડેલી અણધારી આફતમાંથી ૧૮૧ અભયમની ટીમે માતાને બહાર કાઢીને તરૂણીને નવજીવન આપતા તરૂણીના માતા હાલ મોરબી છોડી પોતાના વતન જવા નીકળી ગયા છે.

(1:26 pm IST)