Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જસદણના લીલાપુર ગામે દિયરની હત્યાના ગુનામાં પકડાયેેલ ભાભીની જામીન અરજી મંજૂર

રાજકોટ તા.૧૨ : જસદણના લીલાપુર ગામની સીમમાં દેરની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલ ભાભીનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન ઉપર છુટકારો ફરમાવેલ હતો.

આ કેસની ફરિયાદમાં જણાવ્યા મુબની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી પ્રવિણભાઇ કલ્યાણભાઇ રામાની પોતાની માલીકીની જમીન વાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી લોટી લોટીયો બહાદુરભાઇ ડાવોર તેમજ તેની પત્ની ભાનુબેનને આપેલ હતી. જેથી બનાવના દિવસે આ બંને લોકોને ખેતી કામ સબબની જરૂરી ટેલીફોનીક સુચન આપી ફરીયાદી તેમના ઘરે આવેલ મહેમાનોને લઇને બોઘાવદર મુકામે ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલ હતા અને ત્યાથી તેઓ પરત આવતા હોય તે સમયે ફરીયાદીને ટેલીફોનીક જાણ થયેલ હતી કે, ફરીયાદીના ભાગીયા લોટી અને તેની પત્ની ભાનુબેનને લોટીના ભાઇ દિનેશ સાથે કામ કરવા સબબ બોલાચાલી થયેલ હતી અને લોટીના ભાઇ દિનેશને લાગેલ છે જેથી આ કામના ફરીયાદી ગામના સરપંચ સાથે તેમની વાડીએ ગયેલ હતા. તે સમયે લોટી અને ભાનુબેન બંને વાડીએ હાજર હતા.

દિનેશને કોઇ તિક્ષ્ણ હથિયાર વડે ગળા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડેલ હોય અને ખૂબ જ લોોહી નીકળે છે તેમજ કાઇ બોલતો ચાલતો ન હોય જેથી દિનેશને રીક્ષામાં બેસાડી જસદણ મુકામે સરકારી દવાખાને લઇ ગયા હતા જયા ડોકટર દ્વારા દિનેશભાઇની તપાસ કરતા તેઓ મરણ ગયેલાનું જણાવેલ હતુ. આ કામના આરોપીઓની અટક કરી જસદણના જયુ.મેજી સમક્ષ રજૂ કરેલ હોય અને ત્યારબાદ બંને આરોપીઓને જયુડીસ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્યારબાદ આ કામે ચાર્જશીટ થઇ જતા આરોપી ભાનુબેન લોટીયો ડાવોરએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે જરૂરી ચુકાદાઓને ધ્યાનમાં રાખી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ.પટગીર તેમજ જસદણના એડવોકેટ સાહિસ્તાબેન એસ.ખોખર તેમજ ગુજરાત હાઇકોર્ટમાં શ્રી એમ.આઇ.સૈયદ રોકાયેલ હતા

(12:16 pm IST)