Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વૈશ્વિક મહામારીમાં કેશોદના ચરની પે તાલુકા શાળા વાસ્તવિક શિક્ષણની સાથે વોલ પેઇન્ટીંગથી સુશોભિત બની

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૦:  કેશોદ તાલુકાની ચર પે સેન્ટર શાળામાં વોલ પેઈન્ટીંગથી શાળા સુશોભિત બની કોવિડ મહામારીની વિષમ પરિસ્થિતિમાં અને આવનારા સમય માટે પ્રાથમિક શિક્ષણનો એકમાત્ર વિકલ્પ વિનામૂલ્યે આધુનિક સુવિધાઓ સાથે વાસ્તવિક શિક્ષણ આપતી સરકારી પ્રાથમિક શાળાએ ભૌતિક વિકાસનો દાખલો બેસાડી અન્ય શાળાઓ માટે એક નમુનેદાર સંદેશારૂપ બનેલ છે.

વૈશ્વિક મહામારીની અસામાન્ય પરિસ્થિતિના સમયગાળામાં પરોક્ષ રીતે વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ,શેરી શિક્ષણ અને પ્રત્યક્ષ માર્ગદર્શનની સાથે સાથે આ અસામાન્ય પરિસ્થિતિમાં શાળાના ભૌતિક વિકાસ માટે શાળા કેમ્પસ તથા વર્ગખંડોમાં આકર્ષક વોલ પેઇન્ટિંગ કામ કરવામાં આવ્યું અને શાળાની સુંદરતામાં ઉમેરો કર્યોછે.

ચર પે સેન્ટર શાળાને રાજય સરકાર દ્વારા DIET જૂનાગઢ દ્વારા સ્વચ્છતા વિદ્યાલયના રાજય તેમજ જિલ્લા તરફથી શ્રેષ્ઠ સ્વચ્છ શાળાના રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફીથી નવાજેલ છે. ગુણોત્સવમાં પણ શાળા એ જબરદસ્ત પ્રદર્શન કરતા D ગ્રેડમાંથી A ગ્રેડ મેળવી સરકારી શાળા જ શ્રેષ્ઠ શાળા તરીકે ચર પે સેન્ટર શાળાએ ગામનું પણ ગૌરવ વધારેલછે. આ શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોનો સંપૂર્ણ સાથ અને સહકાર મળતા વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થયેલ છે.

(12:14 pm IST)