Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગોંડલમાં પાંચ બાઈક ચાલકોએ રાત્રીના સાયલેન્સરના ફટાકડાં ફોડી સ્વૈચ્છીક લોકડાઉનના લીરા ઉડાવ્યા

ગોંડલ, તા.૧૨: શહેરમાં દરેક વિસ્તારમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ટપો ટપ લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે પાલિકા, વ્યાપારી મંડળ અને તંત્રના સહિયારા પ્રયાસોથી શનિવારથી સાંજના સાત થી સવારના સાત વાગ્યા સુધી અઠવાડિયાં માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું હોય ત્યારે કૈલાશબાગ રોડ, જેતપુર રોડ તેમજ ભોજરાજપરા મેઈન રોડ ઉપર આશરે પાંચ બાઈક ચાલકોએ છાકટા બની સાયલેન્સર ના ફટાકડાં ઓના ધડાકાઓ સાથે જાહેર માર્ગો પર સીનસપાટા મારી સ્વૈચ્છીક લોકડાઉન ના લીરા ઉડાવતા લોકોમાં રોષ ફેલાયો હતો.

બનાવના પગલે સીટી પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી રાત્રીના ખોટી રીતે છાકટા બની ફરતા બાઈક ચાલકોને ખાખી નો રંગ દેખાડે તેવી માંગ ઉઠવા પામી છે.

(12:02 pm IST)
  • કલેકટરના પીઍ જીતેન્દ્ર કોટક અને તેમના આખા પરિવારને કોરોના વળગ્યો : મહેકમના કારકૂન બકોતરા પણ કોરોનાગ્રસ્ત : આખી કચેરીમાં ફફડાટ : આજથી તા. ૩૦ સુધી તમામ જનસેવા કેન્દ્ર અને પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા કલેકટરનો આદેશ : સમરસ હોસ્ટેલમાં ફોન અને કન્ટ્રોલ રૂમ માટે શિક્ષકોને ડ્યુટી : વધુ ૩ સ્થળે ૧૨૫ બેડ વધારાયા access_time 12:10 pm IST

  • પોરબંદર સુભાષનગર પોલીસ ચોકી પાછળ લાંગરેલા પાકિસ્તાની બોટમાં આગ લાગી કોઈ જાનહાનિ કે નુકસાન નથી access_time 11:53 pm IST

  • કુંભનું મહાઆયોજન સુપરસ્‍પ્રેડરમાં બદલી શકે છે : કોરોના નિયમોના ચીંથરેહાલ : આજે કુંભનું બીજુ શાહી સ્‍નાન : હરિદ્વાર :શાહીસ્‍નાન માટે શ્રધ્‍ધાળુઓની ભીડ ઉમટી : હરિદ્વાર કુંભમાં વધી રહેલી ભીડએ સ્‍વાસ્‍થ્‍ય વિશેષકોની ચિંતામાં કર્યો વધારો access_time 1:41 pm IST