Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સુરેન્દ્રનગરમાં ચૂડા વેપારી મહામંડળ દ્વારા સ્વયંભુ લોકડાઉન: બજારો સજજડ બંધ

રવિવારથી બુધવાર સુધી સવંયંભુ લોકડાઉન તે નિર્ણયને ગામના નાગરીકો દ્વારા પણ સાથ સહકાર અપાયો

સુરેન્દ્રનગરમાં ચૂડા વેપારી મહામંડળ દ્વારા સ્વયંભુ લોકડાઉન પાળવામાં આવ્યું અને જનતાએ પણ આ નિર્ણયને વધાવ્યો છે. વેપારી મહામંડળ ચૂડા દ્વારા સ્વંમ્ભુ લોકડાઉનનો નિર્ણય કયૉ જે રવિવારથી બુધવાર સુધી સવંયંભુ લોકડાઉન તે નિર્ણયને ગામના નાગરીકો દ્વારા પણ સાથ સહકાર આપવા આવ્યો છે. ચૂડામાં દિનપ્રતિદિન કોરના કેસ વધી રહ્યા છે ત્યારે એને કાબુમાં લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા શહેર ખાતે આવેલ વેપારી મહા મંડળ ચૂડા દ્વારા સ્વંમ્ભુ લોકડાઉન પાળવમાં આવ્યું હતું. દરેક વેપારીભાઈઓએ પોતાના રોજગારી ધંધા બંધ રાખ્યા હતા. સાથે સાથે લોકોએ પણ આ નિર્ણય ને વધાવ્યો હતો. રવિવાર થી બુધવાર સુધી આમ ચાર દીવસ સ્વંમ્ભુ લોકડાઉન રાખવામાં આવશે જે આજે પ્રથમ દિવસે બજારો સજજડ બંધ જોવામળી હતી.

(10:57 am IST)
  • રાજકોટ શહેર - જિલ્લામાં ભયજનક ગતિએ વધી રહેલ કોરોના સંક્રમણ : ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 42 લોકોના સરકારી ચોપડે દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકો નિસહાય : આજ સવાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 196 બેડ ઉપલબ્ધ access_time 9:54 am IST

  • પોરબંદર સુભાષનગર પોલીસ ચોકી પાછળ લાંગરેલા પાકિસ્તાની બોટમાં આગ લાગી કોઈ જાનહાનિ કે નુકસાન નથી access_time 11:53 pm IST

  • પરિમલ નથવાણી અલગ મિજાજમાં: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ ડાયરેક્ટર અને આંધ્રના રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી નવરાશની પળોમાં એક અલગ જ મિજાજમાં નજરે પડે છે.. રવિવાર સવારનો સમય તેમણે શરીરની ચુસ્તી-સ્ફુર્તિ જાળવવામાં પસાર કર્યો હતો. access_time 10:37 pm IST