Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુઘાતની કારને અકસ્માત :ટ્રકે મારી ટક્કર

વીજપડી પાસે ટ્રકે પાછળથી ઠોકર મારતા કારને નુકશાન

સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુઘાતની કારને અકસ્માત નડ્યો છે બેફામ ગતિએ આવતા ટ્રેક ધારાસભ્ય પ્રતાપ દુઘાતની કારને પાછળથી ટક્કર મારી હતી. જોકે પ્રતાપ દુઘાતને કોઇ ઇજા પહોંચી ન હતી. સાવરકુંડલા વિજપડી પાસે અકસ્માત સર્જાયો હતો.

   મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકંડુલાના વિજપડી પાસે પોતાની કાર લઇને પસાર થતા હતા. આ સમયે પાછળ આવી રહેલા ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો

   જોકે, આ અકસ્મતામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતને કોઇ ઇજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં જ નજીકના લોકોના ટોળા એકઠાં થયા હતા. અકસ્માતમાં કારના પાછળના ભાગ તૂટી ગયો હતો.

 
(12:40 am IST)