Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મોરબી પાસે નર્મદા પમ્પીંગ સ્ટેશનમાંથી ૪.૪૫ લાખની સામગ્રી તસ્કરો ઉઠાવી ગયા

મોરબી, તા.૧૨: મોરબી-માળિયા નેશનલ હાઈવે પર નવા સાદુંળકા ગામ નજીક નર્મદા કેનાલ પર આવેલ હેવી પમ્પીંગ સ્ટેશનમાંથી કોઈ અજાણ્યો ઇસમ ટીસી માંથી કોપર કોઈલ સહિત ૪.૪૫ લાખના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નાયબ કાર્યપાલક ઈજનેરએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

મોરબીના રોટરી નગરમાં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા શૈલેષ જનકસિંહ વૈધના હસ્તકના ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સાદુંળકા પમ્પીંગ સ્ટેશનના ખુલ્લામાં આવેલ ટીસીમાંથી ગત તા.૨ના રોજ કોઈ અજાણ્યો માણસ પાણીની મોટરનો કેબલ ૩૫ એમએમ ૪ કોર ફ્લેકસીબલ કોપર વાયર આશરે ૫૦ મીટર કીમત રૂ.૨૫૦૦૦, બીજી મોટરનો કેબલ ૩૫ એમએમ ૩ કોર ફ્લેકસીબલ કોપર વાયર ૫૦ મીટર કીમત રૂ.૨૦૦૦૦ અને ૧૧ કેવી ૪૩૩ વોલ્ટ ૧૨૫૦ કેવી ટીસીની કોપર કોઈલ નંગ-૨ આશરે કીમત રૂ.૪,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ ૪,૪૫,૦૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ શૈલેષભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(4:28 pm IST)