Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જૂનાગઢમાં જોશીપરાના કાન્તાબેન જાડેજાનાં શંકાસ્પદ મોત અંગે પીએમ રિપોર્ટની પ્રતિક્ષા

બે દિવસ બાદ વૃદ્ધાનાં મોતની જાણ થઇ'તી

 જૂનાગઢ તા.૧૨: જૂનાગઢના જોશીપરાના કાન્તાબેન જાડેજા નામનાં વૃદ્ધાનાં શંકાસ્પદ મોત અંગે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની પોલીસે પ્રતિક્ષા શરૂ કરી છે.

જોશીપરામાં અગ્રાવત ચોક પાસેની મુરલીધર સોસાયટીમાં રહેતા કાન્તાબેન ભરતસિંહ જાડેજા (ઉ.વ.૮૨)ની કોહવાયેલી હાલતમાં લાશ કાલે તેમના જ ઘરમાથી મળી આવતા પોલીસ દોડી ગઇ હતી.

ચાર દિકરા હોવા છતાં એકલા રહેતા અને પતિના પેન્શનથી ગુજરાન ચલાવતાં કાન્તાબેનનું મૃત્યુ બે દિવસ અગાઉ થયું હોવાનું જણાયું હતું.

બી ડીવીઝન પોલીસે વૃદ્ધાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતકનાં પુત્રો સહિતનાં પરિવારજનોનાં પોલીસે નિવેદનો લીધા હતા. જેમાં કોઇ શંકા વ્યકત કરાઇ ન હતી. આથી વૃદ્ધાનાં મોત અંગે હાલ કંઇપણ કહેવું પોલીસ માટે મુશ્કેલ બની ગયું છે.

આથી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાન્તાબેન જાડેજાનાં મોતનું કારણ જાણવા મળી શકશે. વિશેષ તપાસ પી.એસ.આઇ. કે.કે. મારૂ ચલાવી રહ્યા છે.

મરનાર વૃદ્ધાનું મૃત્યુ વુદ્ધાવસ્થાથી થયેલ કે પછી અન્ય કંઇ કારણ છે વગેરે બાબતને  ધ્યાને લઇ પોલીસ તપાસ જારી છે.

(4:26 pm IST)