Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ઉનાળાના પ્રારંભે જામનગરમાં કેરીના વેપારીઓને ત્યાં મહાનગરપાલિકા દ્વારા દરોડા

જામનગર:: કેરીના વેપારીઓને ત્યાં મહાનગરપાલિકાની શાખાએ દરોડા પાડ્યા છે.ઉનાળામાં કાર્બનથી કેરી પકવતા હોવાની ફરિયાદોના પગલે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જામનગરના સુભાષ માર્કેટ વિસ્તારમાં કેરીના ગોડાઉનોમાં દરોડા પાડવામાં આવ્યા છે....સવારથી જ કેરીના દરોડાની કાર્યવાહી શરૂ થતાં વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે...એક તરફ મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગના દરોડા ચાલુ હતા તો બીજી તરફ આ દરોડના સ્થળથી થોડે દુર કાર્બનની પડીકીઓ પણ કચરામાં જોવા મળી હતી....વર્તમાન ઉનાળાની ચાલુ સિઝન દરમ્યાન કાર્બનથી પકવાયેલી અખાદ્ય 300 કિલો જેટલી કેરીઓનો નાશ કરાયો છે...અને કેટલાક વેપારીઓને નોટિસો પણ આપવામાં આવી છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(2:23 pm IST)