Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મોરબીના પાર્કિંગ ગ્રાઉન્ડમાં ઉકરડો

મોરબીના પરાબજારમાં આવેલ ગાંધીબાગના ગ્રાઉન્ડમાં પાલિકા તંત્ર દ્વારા પાર્કિંગ પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે અહી શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસ, એસબીઆઈ બેંક અને મુખ્ય બજાર હોય જેથી વાહનચાલકોને પાર્કિંગની સારી એવી સુવિધા મળી રહે છે જોકે પાર્કિંગ ગ્રાઉન્ડમાં બેફામ ગંદકી કરવામાં આવે છે અને લોકો અહી તમામ કચરો ફેકતા હોય જેથી આ સ્થળ પાર્કિંગ પોઈન્ટ ઓછું અને ઉકરડો વધુ લાગે છે આટલું પૂરતું ના હોય તેમ લોકો અહી લદ્યુશંકા કરીને ગંદકીમાં વધારો કરે છે જેથી બેફામ દુર્ગધ પણ ફેલાય છે ગાંધીબાગમાં ગંદકી મામલે સામાજિક કાર્યકર દ્વારા અગાઉ પણ રજુઆતો કરવામાં આવી છે. પાર્કિંગ ગ્રાઉન્ડમાં કચરાની તસ્વીર.(૨૨.૧૦)

(1:43 pm IST)